મોદી સાહેબે બાંગ્લાદેશના કાલી મંદિરમાં જઈને એક અનોખી પૂજા કરી,

હાલ થોડા દિવસોની પહેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બાંગ્લાદેશમાં આવેલ સાતખેરા જિલ્લામાં દેવી કાલીને જશોરેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને જેમાં આ મંદિર એં ઇશ્વરપુર આવેલું છે જે એક વિખ્યાત હિન્દુ તીર્થસ્થાન પણ માનવામાં છે જે શ્યામનગર તાલુકામાં આવેલું એક ગામ છે.

આપણી હિન્દુ પૌરાણિક કથાની પ્રમાણે જશોરેશ્વરી મંદિરએ ભારત અને તેના પડોશી દેશોમાં આવેલા ૫૧ શક્તિપીઠોમાંથી એક છે અને તેમની પૂજામાં વડા પ્રધાને દેવીને સોનાનો તાજ અને તેની સાથે સાથે લાલ બનારસી સાડી પણ અર્પણ કરી.

અહીંયા પૂજા કરીને શુક્રવારે ૨ દિવસીય મુલાકાતે બાંગ્લાદેશ પહોંચેલા આ મોદી સાહેબે ગોપાલગંજ જિલ્લાના ઓરકંડી મંદિરની મુલાકાતે પણ જશે અને ત્યાં જઈને તેઓ તુંગીપરામાં બાંગબંધુ શેઠ મુજીબ રહેમાનની સમાધિને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે.

બાંગ્લાદેશ અને ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં રહેતા મટુઆ સમુદાયના પાંચ કરોડથી પણ વધારે લોકોની માટે આ ઓરકંડી એક મહત્વનું અને પવિત્ર સ્થળ માનવામાં આવે છે અને તેની સાથે સાથે વડા પ્રધાન તેમની બાંગ્લાદેશના સમકક્ષ શેખ હસીના સાથે રહેમાનના જન્મસ્થળ તુંગીપરામાં પણ આવશે અને આ કોરોનના પછી તેઓની આ પહેલી વિદેશી યાત્રા છે.

error: Content is protected !!