લોકોને લાગી રહ્યું છે કે કોરોનાએ બળિયા દેવનો પ્રકોપ છે માટે લોકો ગામે ગામ બળિયા દેવની શોભાયાત્રા કાઢી રહ્યા છે, પોલીસ પણ લોકોને સમજાવીને થાકી પછી થયું એવું કે…

મોડાસાના ઈટાડી ગામમાં ગઈકાલે બળિયા દેવની શોભાયાત્રા નિકરી હતી અને આ શોભા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાનો વિડીયો સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહયો હતો. આ ઘટનાનો વિડીયો સોસીયલ મીડિયા પર વાઇરલ થતા પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે. આ ઘટના વિરુદ્ધ પોલીસે આ ગામના ૧૦ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ગુજરાતમાં લોકો કોરોનાને બળિયા દેવનો પ્રકોપ માની રહ્યા છે અને ગુજરાતના અનેક ગામોમાં બળિયા દેવની શોભયાત્રા નીકળવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઘટનાનો ઘણા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

લોકોની ભક્તિ અને આસ્થા માટે કોઈએ વિરોધ વ્યક્ત નથી કર્યો પણ આ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં લોકોએ ઘરે રહેવું જોઈએ અને કાયદાની વિરુદ્ધ કોઈ પોલીસ પરમિશન વગર આટલા લોકોએ ભેગા થવું સંક્રમણને વધારી શકે છે.

હજુ સુધી આનંદની ઘટનાના પડઘા શાંત ન થયા હતા એવામાં ઈટાડી ગામમાં ફરી આવી ઘટના બનતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઈટાડીમાં

બળિયા દેવની શોભાયાત્રા માટે લોકો મોટા પ્રમાણમાં ભેગા થયા છે. લોકોમાં એવી અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે કે કોરોના એ બળિયા દેવનો પ્રકોપ છે અને બળિયા દેવને જળ અભિષેક કરવાથી કોરોનાનો પ્રકોપ શાંત થઇ જશે.

error: Content is protected !!