વધુ પડતો મોબાઈલનો વપરાશ કરવાથી વડોદરાના આ બાળક સાથે જે થયું તે એક વાર જાણી લો, તમે પણ તમારા બાળકોને મોબાઈલ આપતા બે વખત વિચારશો.

હાલમાં આપણા રોજિંદા જીવનમાં દરેક વ્યક્તિઓ અને બાળકો મોબાઈલ અને કમ્પ્યુટરનો વધુ પડતો વપરાશ કરે છે અને કોરોનાને કારણે પણ હાલમાં ઓનલાઇન શિક્ષણ થઇ ગયું છે.

જેથી હાલમાં દરેક બાળકોની પાસે મોબાઈલ તો હોય જ છે. ઘણા બાળકો મોબાઈલનો ઉપયોગ ખાલી ભણવા માટે જ કરતા હોય છે અને પછી તેમના ઘરે મૂકી દેતા હોય છે. એવામાં ઘણા બાળકો આ મોબાઈલમાં આખો દિવસ ગેમ રમે છે.

શું તમે જાણો છો વધુ પડી ગેમ રમવાથી કેટલા નુકસાન થાય છે, હાલમાં એવો જ એક લાલબત્તી સમાન કિસ્સો વડોદરામાંથી જોવા મળ્યો છે. વડોદરાના આજવાનગરમાં રહેતા

એક પરિવારના દીકરાને જે વધુ પડતી ગેમ રમતો હતો અને તેથી માથાના પાછળના ભાગની નસો દબાઈ ગઈ હતી. જેથી તેને ખાવાનું, ઊંઘવાનું પણ ઓછું કરી દીધું હતું. તેથી તેને આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળકને વિચાર અને સસ્પેક્ટ્રમ ડિસઓર્ડર જેવી બીમારીઓ થાય છે.

બાળકોને વધુ પડતા ફોનના ઉપયોગથી તેનો ગુસ્સો વધવાનું ચાલુ થઇ જાય છે અને તે જિદ્દી પણ બની જાય છે. ફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી બાળકોની યાદશક્તિમાં પણ ઘટાડો થઇ શકે છે. જેથી તમે પણ તમારા બાળકોને વધુ પડતો મોબાઈલ વાપરવા ના આપશો.

error: Content is protected !!