મીઠું પણ તમારા જીવનની નકારાત્મકતા દૂર કરશે અને ખુશીઓ લાવશે બસ ખાલી તમારે આટલું જ કરવાનું છે.

આપણા હિન્દૂ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આપણી આજુબાજુએ એવી કેટલીક ઉર્જાઓ રહેલી હોય છે કે જેનાથી આપણને લાભ અને નુકસાન થતા હોય છે,આ ઉર્જા એ સકારાત્મક અને નકારાત્મક આમ બે રીતની હોય છે.જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા હશે તો તમે તમારું જીવન સુખ,શાંતિ અને સમૃદ્ધિ રીતે જીવી શકશો અને જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હશે તો તમારા પરિવારમાં અને આર્થિક અને તમામે તમામ જગ્યાએ તમારે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

કોઈ પણના ઘરમાં અજાણતાં વાસ્તુ દોષને લીધે જ નકારાત્મકતાનો પ્રવાહ ચાલુ થઇ જાય છે અને તે આ નકારાત્મકતાને દૂર કરવાની માટે મીઠાના આ ઉપયોગએ લાભદાયી નીવડે છે અને તેની માટે તમારે આ ઉપાય અપનાવવા જોઈએ અને તેનાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓમાંથી છૂટકારો લઈ જશે.

મીઠું અને લવિંગનો આ ઉપાય: આમ તો દરેકે દરેક લોકોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો જ પડતો હોય છે અને જો તમારા ઘરમાં પણ આર્થિક સંકટ છે અને તમારા તમામ પ્રયત્નો કર્યાના પછી પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી થતો તો,તેનું કારણએ ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જા છે

અને તેને દૂર કરવાની માટે તમારે એક કાચના બાઉલમાં થોડું દરિયાઈ મીઠું અને પાણીથી ભરીને તેમાં ચારથી પાંચ લવિંગ નાખીને તમારા ઘરના કોઈપણ ખૂણામાં મૂકી દો અને આમ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા આવશે.તમારી નાણાં સંબંધિત જે કઈ પણ સમસ્યાઓ છે તે પણ દૂર થઇ જશે.

તમે ગમેત્યારે કોઈપણ કારણથી ઉદાસીની અનુભવતા હોય તો તમારે પાણીમાં થોડું મીઠું નાખીને નહાઈ લેવું જોઈએ આમ કરવાથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઇ જશે.

તમારા ઘરના બાથરૂમમાં પણ કોઈ ખામી હોય તો તેની માટે એક ગ્લાસ લો અને તેમાં થોડું પાણી ભરી લો અને તેમાં મીઠું નાખીને બાથરૂમના એક ખૂણામાં મૂકી દો અને તેને અઠવાડિયે અથવા ૧૫ દિવસે બદલી નાખો આમ કરવાથી તે પણ નકારાત્મક ઉર્જા દૂર થઇ જશે.

error: Content is protected !!