MBA અને એન્જીનીયર કરેલા બે મિત્રોએ નોકરી કરવાને બદલે પૌઆ વેચે છે, ખાલી પૌઆ વેચીને મહિને કમાય છે લાખો રૂપિયા.
આજે મોટા ભાગના લોકો એવું વિચારતા હોય છે કે સારું ભણ્યા ગણ્યા પછી સારી નોકરી મળી જાય એટલે જીવન સેટ, પણ આજે અમે તમને બે એવા યુવકો વિષે જણાવીશું કે જે સારી કોલેજ માંથી MBA કર્યા પછી પણ આજે એવું કામ કરી રહયા છે કે જેમને જોઈને તમે પણ એ ઘડી વિચારતા થઇ જશો.
જે લોકો જીવનમાં શરમ મૂકે તે લોકો જ જીવનમાં સફળ બની શકે છે.નાગપુરનો ચાહુલ બાલપાંડે એ MBA નો અભ્યાસ કર્યો હતો અને પવન વાદીભાસ્મેએ એન્જીનીયરીંગ કર્યું હતો. તે એક પ્રોજેક્ટ પર કામ કરી રહયા હતા,
એવામાં તેમને પોતાના જ કામના પૈસા નહતા મળતા અને તેમેં પોતાનું કામ કરવા માટે રાહ જોવી પડતી હતી, તે બનેએ વીચાર્યું કે એના કરતા તો કોઈ એવી વસ્તુ કરીએ જેનાથી સારી એવી કમાણી થાય,
પૈસા પણ જલ્દી મળી રહે તો તેમને નક્કી કર્યું કે તે પોહાની દુકાન કરશે કારણ કે ભારતમાં લોકોને પોહા ખુબજ પસંદ હોય છે અને લોકો પોહા ખાવાનું ખુબજ પસંદ પણ કરતા હોય છે, તો બંનેએ પોતાની નોકરીઓ છોડીને પોહાવાલા નામની એક દુકાન શરૂ કરી તો ઘણા લોકોએ તેમને કહ્યું કે આ શું કરી રહ્યા છો આનાથી શું થશે,
પણ તેમને પોતાના દિલની વાત સાંભળી અને પોતાની પોહાની દુકાન શરૂ કરી, પહેલા તેમને રાતના સમયે પૌઆ વેચવાનું શરૂ કર્યું હતું, આજે તેમને પોતાના કામને ફૂલ ટાઈમ કામ બનાવી લીધું છે તે આજે પૌઆ વેચીને મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે, આજે તેમને નાનની પૌઆની દુકાનને બેન્ડ બનાવી દીધી છે અને લોકો માટે ઉત્તમ પ્રેરણાનું ઉદાહરણ બન્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.