આ માતા તેની બે બાળકીઓને મૂકીને કોરોનાના દર્દીઓની સેવા કરી રહી છે, વાત જાણીને તમે પણ વાહ બોલશો…
આવા કોરોના કાળમાં કેટલાય લોકો કોરોનથી સપડાઈ ગયા છે અને તેથી આપણા આરોગ્ય વિભાગ અને સરકારની તો જાણે ઊંઘ જ ઉડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે હાલમાં કેટલાક માનવતા
અને સાચી સેવાના કેટલાય કિસ્સાઓ નજર સામે આવતા હોય છે. તેવામાં એક એવો જ કિસ્સો જેમાં એક માતા તેની બે ટ્વીન્સ ૮ વર્ષની બાળકીઓને ઘરે મૂકીને કોવીડ સેન્ટરમાં ફરજ બજાવે છે.
આ માતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોવીડમાં પોતાના જીવને જોખમે મૂકીને ૬ કલાક સુધી PPE કીટ પહેરીને તેની પરિચારિકા તરીકેની સેવા આપી રહી છે, આ મહિલાનું નામ આરોપા ચૌધરી છે.
જેમાં મહત્વની વાત તો એ છે કે, આ મહિલા સવારે ૮ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી હોસ્પિટલમાં પરિચારિકા તરીકેનું કામ કરે છે. જેમાં તે તેની બે ૮ વર્ષની બાળકીઓને ઘરે મૂકીને ફરજ પર સેવા આપે છે.
હાલમાં ભર ઉનાળે તેની બંને બાળકીઓથી દૂર રહીને તેનો માતૃપ્રેમ ની સાથે સાથે સેવા યજ્ઞ પણ કરી રહી છે. તેની સાથે સાથે આ મહિલાના પતિ એક હીરા ઉદ્યોગમાં કામ કરે છે અને આર્થિક રીતે તેમની પત્નીને મદદ પણ કરે છે.
તેવામાં આ મહિલાને તેમની બે બાળકીઓની સાર-સંભાળ રાખવાની માટે આ મહિલાના પતિનો પણ ઘણો ફાળો છે. આવી સ્થિતિમાં આ મહિલાનો પ્રેમ અને કામ પ્રત્યેની નિષ્ઠાના હાલમાં લોકો ઘણા વખાણ કરી રહ્યા છે.