આજે પણ માં આશાપુરા પોતાના ભક્તોને પરચા પુરા પાડે છે, માતાની મૂર્તિ પાછળ પણ એક રહસ્ય છુપાયેલું છે જે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય.
આજે અમે તમને માં આશાપુરા ના ઇતિહાસ વિષે જણાવીશું. માતા આશપુરાનું મંદિર કચ્છના માતાના મઠમાં આવેલું છે. અહીં આજે પણ માતા આશાપુરા સાક્ષાત બિરાજમાન છે.
હજારોની સંખ્યામાં ભક્તો અહીં પગપાળા માતા ના દર્શન કરવા માટે અહીં આવે છે. નવરાત્રીના 9 દિવસ અહીં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. ઘણા એવા ભક્તો છે કે જે માતાના દર્શન કરવા માટે છેક મુંબઈથી ચાલીને આવે છે.
અહીં ભક્તો પાસે એકપણ રૂપિયો લીધા વિના રહેવાની સુવિધા આપવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મંદિર 1500 વર્ષ જૂનું છે. આ મંદિરનું નિર્માણ એક વેપારી દ્વારા કરવામાં આવ્યું હતું. માતાજી એ આ વેપારીને સપનામાં આવીને કહ્યું હતું કે મારા મંદિરનું નિર્માણ તું કરાવજે પણ 6 મહિના સુધી તું મંદિરનો દરવાજો ખોલતો નહિ.
આ વેપારીએ 5 જ મહિનામાં મંદિરનો દરવાજો ખોલી નાખ્યો અને અંદર જોયું તો માતાજીની અર્ધ વિકસિત મૂર્તિ હતી. આ વેપારીની ભૂલના કારણે આ મૂર્તિ વિકસિત થઇ ન હતી.
આજે પણ માતા આશાપુરાની અર્ધ વિકસિત મૂર્તિ મંદિરમાં સ્થાપિત છે. ભક્તો અહીં માતા પાસે પોતાની તકલીફો લઈને આવે છે. માં આશાપુરા પોતાના બધા ભક્તોના દુઃખ દૂર કરે છે. આજે પણ માં આશાપુરા ભક્તોને સાક્ષાત પરચા પુરા પાડે છે.