માતાપિતાનું કન્યાદાન કરવાનું સપનું અધૂરું રહી ગયું, લગ્નના દિવસે જ દીકરીને આપી અંતિમ વિદાય.

કોરોના મહામારીમાં અનેક કોરોના વોરિયર્સ કોરોનામાં પોતાની ડ્યુટી કરતા કરતા મોતને ભેટી ચૂકયા છે.ત્યારે વાપીના એક ગામની દીકરી તેના પીઠીના દિવસે જ કોરોના સામે હરિ ગઈ અને તેનું મૃત્યુ થઇ ગયું.

આ યુવતી નર્સ હતી અને તેના લગ્નની તમામ તૈયારીઓ થઇ ગઈ હતી.થોડા દિવસો પહેલા આ યુવતીને કોરોના પોઝેટીવ આવતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ યુવતીની તબિયત લથડતા તેને વીંટીલેટર્સ પર ખસેડવામાં આવી હતી અને લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.આ યુવતીના ઘરે તેના લગ્નનો મંડપ પણ બંધાઈ ગયો હતો પણ કોરોનાએ આ પરિવારની ખુશીને માતમમાં ફેરવી દીધી છે.મનીષા પોતાના લગ્નના બધા અરમાનો તેના દિલમાં સમાવીને આ દુનિયાને છોડીને ચાલી ગઈ.

મનીષા એક નર્સ હતી અને એક ખાનગી હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવતી હતી.લગ્નના થોડા દિવસો પહેલા તેને તાવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મનીષાના લગ્નની કંકોતરીઓ પણ વહેંચવામાં આવી હતી અને મનીષા પોતાના પીઠીના દિવસે જ આ દુનિયાને છોડીને ચાલી ગઈ.તમે મનીષાના માતાપિતાની વેદનાની કલ્પના પણ ના કરી શકો કે જે દિવસે માતાપિતા દીકરીનું કન્યાદાન કરવાનું સપનું જોયું હતું એ દિવસે તેમને તેને અંતિમ વિદાય આપવી પડશે.

error: Content is protected !!