આ ૭ વર્ષનો છોકરો તેના ૩ નાના ભાઈ બહેનોને અત્યારે માતા પિતા બંનેનો પ્રેમ આપીને ઉછેળ કરી રહ્યો છે.

આજ સુધી આપણે હીરોને ફિલ્મોમાં જ જોયા હશે પણ આજે અમે તમને જીવનના સાચા હીરો વિષે જણાવીશું કે જે ફક્ત 7 વર્ષનો બાળક છે. જે રોડ પર ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે.

સાથે સાથે પોતાના 3 નાના ભાઈ બહેનોને પણ ખવડાવે છે. આ નાના 4 બાળકોને તેમના માતા પિતા લોકડાઉનની પહેલા પટના છોડીને ગામડે જતા રહ્યા છે. 7 વર્ષનો છોકરો કહેતો હતો કે તેમના માતા પિતા તેને કહીને ગયા છે એક ભીખ માંગીને ખાઈને મોટા થઇ જજો અને મોટા થઈને કામે લાગી જજો.

જે ઉંમરમાં છોકરાઓને રમવાનું હોય તે ઉંમરમાં આ 7 વર્ષનો માસુમ તેના 3 નાના ભાઈ બહેનને માતા પિતાનો પ્રેમ આપી રહ્યો છે. આ 7 વર્ષનો છોકરો ભીખ માંગીને દિવસના 200 થી 300 રૂપિયા કમાય છે અને તે પૈસાનો લોટ અને દાળ ખરીદે છે અને તેના 3 નાના ભાઈ બહેનનું પેટ ભરે છે.

હાલ આ 4 બાળકો પોતાની દાદી સાથે રહે છે. આ ૭ વર્ષનો છોકરો રોજ ભીખ માંગીને થોડા પૈસા લાવે છે. તેમાંથી આ બાધા લોકો થોડું થોડું ખાઈને સુઈ જાય છે. તેમની દાદીએ કહ્યું કે લોકડાઉનમાં તો અમે 4 , 4 દિવસ સુધી ખાદ્યા પીધા વગર સુવ્યા હતા.

તેમના માતા પિતા આ બાળકોને છોડીને ગામડે જતા રહયા છે. ત્યારથી આ 7 વર્ષનો માસુમ તેના ભાઈ બહેનો માટે માતા પિતા બંને બની ગયો છે. જો તમારા ઘરમાં પણ એવી વસ્તુઓ છે કે તમે વાપરતા નથી તો તે વસ્તુ એવા લોકોને આપો કે જેમને તેની ખુબજ જરૂર હોય.

error: Content is protected !!