કોરોનાએ એક નવજાત બાળકીને તેની માતાથી અલગ કરી

કોરોનાની આ ઘાતકી લહેરે આખા દેશને તેના સંકજામાં લઇ લીધો છે, આ કોરોનાએ કેટલાય લોકોના પરિવાર તોડી નાખ્યા છે. હાલની સ્થિતિ જોતા લોકો હોસ્પિટલની બહાર તડફડિયા મારતા જોવા મળી રહ્યા છે

જેનાથી વધારે ગંભીર હાલત વાળા દર્દીઓએ રસ્તામાં, હોસ્પિટાલનની બહાર અથવાતો ઘરે જ દમ તોડી નાખતા હોય છે. આમ સમગ્ર દેશમાં કોરોનાની કહેરે લોકોને રસ્તા ઉપર લાઈનોમાં લગાડી દીધા છે.

તેની વચ્ચે પરિવારોની ઉપર કહેર વરસાવ્યો છે અને તેથી પરિવાર તૂટવાના એવા કેટલાય કિસ્સાઓ નજરે આવતા હોય છે. તેવામાં એક નવજાત પુત્રીને તેની માતાથી આ કાળમુખી કોરોનાએ અલગ રાખ્યા છે.

આ કિસ્સો અમદાવાદના મેઘના બહેનની જેઓએ દીકરીને જન્મ આપ્યા ના બીજાજ દિવસે તેઓ કોરોનગ્રસ્ત થયા હતા. તેવામાં આ કોરોનાએ આ બાળકીના હિસ્સાનું વ્હાલ છીનવી લીધું હતું.

મેઘનાબેનને કોરોના થતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, આ નવજાત બાળકીની માટે માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ હોય છે પણ આ કારમુખો કોરોના ક્યાં કોઈનેય છોડે છે.

આ બાળકી ઘરે હતી અને તેની માતા હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. તેઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સિવિલ સ્ટાફ, તેમની આસ્થાથી તેઓએ કોરોનને મ્હાત આપીને ઘરે પણ પાછા ગયા છે.

error: Content is protected !!