પોલીસે પકડ્યો તો ભાઈ ધુણવા લાગી ગયો…
કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે અને તેથી લોકોની હાલત ગંભીર હોવા છતાં પણ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. તેની સાથે સાથે હોસ્પિટલમાં ઓક્સિજનની પણ કંઈ વર્તાઈ રહી છે. રાજ્યની તમામ હોસ્પિટલનો સ્ટાફ હાલમાં ૨૪ કલાક મહેનત કરીને દર્દીઓના જીવ બચાવવા લાગી ગયાઈ છે.
લોકોને હાલ બધી જગ્યાએ લાઈનોમાં ઉભું રહીને ઘણી મોટી તકલીફો વેઠવી પડી રહી છે. તેની વચ્ચે સરકાર પણ હાલમાં કેટલીક કડક ગાઈડલાઈનો પણ જારી કરી રહી છે. કોરોનાથી બચવાની માટે લોકોને સરકાર અને ડોકટરો એવું કહી રહ્યા છે કે
માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ અને વેક્સીન આ ત્રણેય વસ્તુ જરૂરી છે કોરોનાથી બચવાની માટે તો હાલમાં કેટલાક લોકો આ વસ્તુનું ઉલ્લઘન કરતા હોય તેવી જોવા મળી રહ્યું છે.
તેવો જ એક કિસ્સો સાબરકાંઠાનો છે કે જ્યાં પોલીસે એક માસ્ક વગરના વ્યક્તિને પકડ્યો હતો અને તેવામાં પોલીસે આ વ્યક્તિને દંડ ફટકારતા આ વ્યક્તિને દંડના ભરવો પડે તેની માટે એ જ જગ્યાએ ધુણવા લાગ્યો હતો. તેમાં વ્યક્તિને દંડ ના ભરવો પડે તેની માટે પણ આનાગાની કરતો હતો. તેનો એક વિડિઓ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ વ્યક્તિ ધુણતા ધુણતા એવું કહી રહ્યો હતો, આ કોરોના બોરોના એવું કઈ નથી પણ આ લોકોને કમાવવું છે. આ સમગ્ર ઘટનાનો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. લોકોને દંડ ના ભરવો પડે તેની માટે કેટકેટલાય બહાના કાઢતા હોય છે.