આ કાકાની પાસે ઘણા રૂપિયા હતા પણ તેઓ હાલ રોડ ઉપર જ રહે છે, જાણો આખી ઘટના વિષે

આપણા દેશમાં એવા કેટલાય કિસ્સો બનતા જ રહેતા હોય છે અને તેમાં લોકોની જોડે કેટલાય પૈસા હોય છે તેમ છતાં પણ તેઓનો સમય કોઈક વાર એવો આવી જાય છે કે તેમની પાસે કઈ જ રહેતું નથી,અને તેવા જ એક કાકાની આપણે વાત કરીશું.

આ કાકાનું નામ ધીરુભાઈ છે કે જેઓ અમદાવાદમાં આમતેમ ફરી ફરીને રોડ પર રહીને તેમનું જીવન ગુજારે છે તેમના એક બહેન પણ છે.આ કાકાના એક ભાઈ પણ હતા અને તેઓનું નામ બટુકભાઈ હતું અને તેઓ થોડા સમય પહેલા મૃત્યુ પામ્યા છે

જેની આ ધીરુભાઈને ખબર નથી.આ ધીરૂભાઇએ રોડ પર જ રહે છે અને કોઈ આપે તો ખાઈ લે નાઈ તો ભૂખ્યા પણ સુઈ જાય છે.જયારે આ ધીરુભાઈની સ્થિતિ એવી થઇ ગઈ છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી લીકવીડ ઉપર જ છે અને તેમની સામે પણ કોઈ જોતું નથી.

આ કાકા કેટલાય દિવસોથી નહાયા પણ નથી જયારે એમને પૂછ્યું તો કાકાએ એવું કહ્યું કે જયારે વરસાદ આવે ત્યારે જ હું નાહીશ.તેમના વાળ અને દાઢી કરવાની માટે પણ કોઈ તૈયાર નથી અને તેઓ હાલમાં બહુ જ મોટી તકલીફોનો સામનો કરી રહ્યા છે.

જો તેમને કોઈ ૧૦ કે ૨૦ રૂપિયા આપે તો તે સીધા તે પૈસાનું માઝા કે સોડા લઈને પી લે છે.આ કાકાના વાળ પણ એવા છે કે,તેમના બધા વાળ ચીપકી ગયા છે અને તેમના શરીરની ઉપર એટલો બધો મેલ જામ્યો છે કે જોઈને તમે પણ વિચારતા થઇ જશો.

આ કાકાની થોડી માનસિક સ્થિતિ ખરાબ છે અને તેઓની મદદ લોકો કરતા અટવાય છે અને તેનાથી આ કાકાને કોઈ કઈ આપવા આવે છે તો તેમને દૂરથી જ આપીને પાછું જતું રે છે તેમને કોઈ અડતું પણ નથી અને આવી રીતે જ આ કાકાની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે.

error: Content is protected !!