ધારાસભ્ય લલિત વસોયાએ માન્યું કે મારી એક ભૂલના કારણે મારા આખા પરિવારનો જીવ જોખમમાં મુકાઈ ગયો.

ધારાસભ્ય લલિત વસોયાએ કોરોનાને માત આપી છે.અને કોરોનથી સ્વસ્થ થયા બાદ એક નિવેદન આપ્યું છે.પોતાના પરિવારની તકેદારી રાખો.મેં ખુબજ બેદારકરી રાખી હતી મારી ભૂલથી મારી આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો છે.સરકારી તંત્ર હાલ રાત દિવસ ખુબજ મહેનત કરી રહ્યું છે.તંત્ર ઓક્સિજન માટેની વ્યવસ્થા પણ કરી રહી છે.

ધારાસભ્ય લલિત વસોયાએ ફેસબૂક પર લાઈવ થઈને લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે વિનંતી કરી છે.અને કહ્યું હતું કે સમગ્ર દેશ અને સમ્રગ ગુજરાત અત્યારે કોરોનાથી પીડાઈ રહ્યો છે.

આજે હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છુ.મિત્રો મને પણ મારી ઇમ્યુનીટી પાવર પર ખુબજ ગર્વ હતો.જયારથી કોરોના આવ્યો ત્યારથી મેં કોરોનાની કોઈ ગાઈડ લાઇનનું પાલન ન હતું કર્યું.

વિધાનસભાની અંદર અધ્યક્ષના વારંવાર ટકોર કરવા છતાં મેં માસ્ક નોતું પહેર્યું. પરંતુ આ કોરોનાની બીજી લહેરમાં હું તો ઝપટમાં આવી ગયો.મારી આ એક ભૂલના કારણે મારો સમગ્ર પરિવાર

કોરોનાની ચપેટમાં આવી ગયો.મિત્રો આ બૌજ તકલીફ વારુ કામ છે.આપરથી તમે અનુમાન લગાવી શકો છો કે તમારી એક ભૂલ તમારા આખા પરિવારનો જીવ જોખમમાં મૂકી શકે છે.

error: Content is protected !!