આ બાપ એવું કહે છે કે, હું મારી કિડની વેચવા માટે પણ તૈયાર છું ખાલી મારો દીકરો ઉભો થઇ જાય બસ….

જીવનમાં જયારે દુઃખો આવવાના ચાલુ થાય છે પછી તે ઉભા રહેવાનું નામ જ નથી લેતા. તેથી આખે આખો પરિવાર તેના સંકટમાં આવી જતો હોય છે, આ સંકટમાંથી બહાર નીકરવા માટે આખે આખો પરિવાર લગી જતો હોય છે, તેમ છતાં તે બહાર નથી નિકરી શકતો.

તેવો જ એક કિસ્સો દ્વારકા જિલ્લાના ભાણવટ તાલુકાનું વેરાડ ગામ છે. જ્યાં એક ૨૦ વર્ષનો કેવલ નામનો યુવક નોકરી માટે મહિના અગાઉ સુરત આવ્યો હતો અને અહીંયા તેને બે દિવસ સુધી તાવ આવ્યો અને માથામાં દુખાવો થવા લાગ્યો હતો

અને તેને આંચકીઓ આવવા લાગી હતી જેથી તે કોમામાં જતો રહ્યો હતો. તેથી તેને સુરતની એક હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તેથી સુરતમાં તેના માતા-પિતા અને મામા બધા આજે છેલ્લા ૨૨ દિવસથી હોસ્પિટલની બહાર તેની સાજા થવાની રાહ જોઈ રહ્યા છે.

કેવલના પિતાજી અને માતાનું એવું કહેવું છે કે, અત્યાર સુધી અમે ૭ થી ૮ લાખ રૂપિયા ખર્ચી કાઢ્યા છે, અને હજુ પણ એક લાખ પંચોતેર હાજર રૂપિયા ડિપોઝિટ અને એશી હાજર રૂપિયા ઓપરેશનના આપવાના બાકી છે.

જે પૈસા હોસ્પિટલમાં અમે ભર્યા છે તે પૈસા બીજા લોકોની પાસેથી માંગીને ભર્યા છે. પૈસા તો અમે લડી દઈશું બસ ખાલી અમારો દીકરો ઉભો થઇ જાય. મેં આ દવાખાનાની ફી ભરવા માટે મારી બોલેરો જીપ ગીરવી મૂકી દીધી છે.

જો મારો દીકરો ઉભો થઇ જાય તો તેની માટે હું મારી કિડની વેચવા માટે પણ તૈયાર છું, શું હશે આ બાપની વેદના. અમારો દીકરો છેલ્લા ત્રણ અઠવાડિયાથી ભાનમાં નહતો આવ્યો,

અમારી પાસે હવે બીજા વધુ પૈસા નથી અને સુરતમાં પણ બીજું કોઈ નથી જેથી કરીને અમે અહીંયા હોસ્પિટલની બહાર સુઈ રહીએ છીએ. આ દીકરાની માતા પણ એવું જ કહી રહ્યા છે કે, ગમે તેટલા રૂપિયા થશે લડી લઈશું પણ એક વાર અમારો દીકરો સાજો થઇ જાય.

Credit By – LIFE HELPER CHARITABLE TRUST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!