આ મુસ્લિમ યુવકો રમઝાનના રોઝા હોવા છતાં લોકોની મદદ કરીને તેમના જીવ બચાવી રહ્યા છે.
બોટાડ જિલ્લા માંથી એક એવી ઘટના સામે આવી રહી છે કે જેને સંભારીને તમે પણ આચર્યચકિત થઇ જશો. બોટાડના રાણપુરમાં આવેલી માનવ સેવા સમિતિના મુસ્લિમ યુવકો રમઝાન મહિનામાં એક ઉત્તમ કામગિરી કરી રહ્યા છે. આ મુસ્લિમ યુવકો જે કોરોના દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત હોય તેમને મફતમાં ઓક્સિજન આપી સેવા પુરી પડી રહ્યા છે.
બોટાડમાં હાલ કોરોના કેસો ખુબજ વધી રહ્યા છે અને રાણપુર તાલુકામાં એક પણ કોવીડ હોસ્પિટલ નથી. ત્યારે જો કોઈ દર્દીને કોરોના પોઝેટીવ આવે અને તેની તબિયત વધારે બગડતા તેને સારવાર લેવા માટે 35 કિલોમીટર દૂર બોટાડ જવું પડે છે.
કોરોનાની બીજી લહેરમાં મોટા ભાગના દર્દીઓના ઓકસીજન લેવલ ઘટી જવાની ફરિયાદ રહેતી હોય છે. ત્યારે આખા રાણપુરમાં ઓક્સિજન બોટલની વ્યવસ્થા ન હતી.
ત્યારે કોરોના દર્દીઓને સારવાર લેવા માટે અન્ય જગ્યા એ જવું પડતું હતું. આવામાં રાનપુરના મુસ્લિમ યુવકો રમઝાન મહિનામાં ખુબજ સારું માનવહિતનું કામ કરી રહ્યા છે.
આ યુવાનો દ્વારા જરૂરિયાત મંદ કોરોના દર્દીઓને મફતમાં ઓક્સિજન પહોંચાડે છે. રમઝાન મહિનામાં રોઝા કરીને પણ તમામ ધર્મના લોકોની સેવા કરે છે અને કોમી એકતાનું ઉદાહર પૂરું પાડી રહયા છે.