આ ગુહિણીઓ પોતાના ઘરનું કામ અધૂરું મૂકીને રોજની ૮૦૦ રોટલી બાનવીને ભૂખ્યાના પેટ ભરે છે… આ છે સાચી માનવતા.
અમદાવાદના કાલુપુરની રાજા મહેતા પોળના લોકો કોરોના દર્દીઓના પરિવાર માટે દેવદૂત બન્યા છે. આ પોળના અંદાજિત 60 જેટલા લોકોએ કોરોના દર્દીઓ માટે ભોજન પહોંચાડવાનું કામ શરુ કર્યું છે.
આ પોળમાંથી 200 જેટલા કોરોના દર્દીઓ અને તેમના પરિવાર સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. જે ઘરના બધા લોકો હોમ કોરન્ટીન હોય અને જમવાની વ્યવસ્થા ન થઇ શકે તેમ હોય તેવા લોકોને આ મદદ કરવામાં આવી રહી છે.
આ પોળના લોકો દ્વારા હોસ્પિટલની બહાર ભૂખ્યા તરસ્યા બેસી રહેતા દર્દીના પરિવારના લોકોને પણ ભોજન પહોંચાડવામાં આવે છે. દરરોજ 200 જેટલા ફૂડ પેકેટ બનાવીને તેમનું આખા અમદાવાદમાં
અલગ અલગ જગ્યા એ વિતરણ કરવામાં આવે છે. આ પોળના લોકો દરરોજ એવા લોકોનું લિસ્ટ તૈયાર કરે છે. જેમને મદદની ખુબજ જરૂર હોય અને પછી તેમને મફતમાં તેમના ઘર સુધી ભોજન પહોંચાડ વામાં આવે છે.
પોળની મહિલાઓ પણ પોતાના ઘરનું કામ અધૂરું મૂકીને રોજની 800 જેટલી રોટલી બનાવીને આ માનવતાના કામમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી રહી છે. આ પોલીની મહિલાઓ, બાળકો અને પુરુષો સાથે મળીને કામ કરે છે. આવા કપરા સમયમાં લોકોની મદદ કરવી એ સાચા અર્થમાં માનવતાનું સૌથી મોટું ઉદાહર છે.