મંગળવારના દિવસે આ ઉપાય કરવાથી હનુમાન દાદા તમારા પર આશીર્વાદનો વરસાદ કરશે અને દરેક મનોકામના પુરી કરશે.

હનુમાન દાદા ને સંકટ મોચનના નામે ઓળખવામાં આવે છે. કારણ કે હનુમાન દાદા તેમના ભક્તોના જીવનમાંથી બધીજ તકલીફો દૂર કરે છે. મંગળવારનો દિવસ સંકટ મોચન હનુમાન દાદાને સમર્પિત છે.

મંગળવારના દિવસે કેટલાક ઉપાય કરીને જીવનની તકલીફો દૂર કરી શકાય છે અને દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે. ઘણા સમયથી તમારી કોઈ ઈચ્છા પુરી નથી થઇ રહી તો આ ઉપાય કરીને તમે તમારી એ ઈચ્છાને પણ પુરી કરી શકો છો.

મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઈને 5 મંગળવાર સુધી લાલા રૂમાલ હનુમાન દાદાને ચઢાવો. આ ઉપાયથી તમારી બધીજ મનોકામના પૂર્ણ થશે અને ધનની બધી જ તકલીફો દૂર થશે. લાલ ફૂલ, લાલ મીઠાઈ અને લાલા કપડું ૩ મંગળવાર સુધી હનુમાન મંદિરમા ચઢાવો. આ ઉપાય કરવાથી તમારી બધી ઈચ્છાઓ પુરી થશે.

મંગળવારના દીવસે હનુમાન મંદિરમાં જઈને ચમેલીના તેલનો દીવો કરવાથી બધીજ ઈચ્છાઓ પુરી થશે. મંગળવારના દિવસે હનુમાન દાદાને સિંદૂર ચઢાવવું ખુબજ શુભ માનવામાં આવે છે.

મંગળવારના દિવસે આકરીયાના ફૂલની માળા હનુમાન દાદાને ચઢાવવી ખુબજ શુભ માનવામાં આવે છે. મંગળવારના દિવસે લાલા રૂમાલ હનુમાન દાદાને ચઢાવો અને તે લાલ રૂમાલને ઘરે પાછો લઈને આવો તે રૂમાલને તમારી પાસે રાખો આ ઉપાય તમારા જીવનની બધી તકલીફોને દૂર કરશે.

error: Content is protected !!