આ કાકા તેમની વેદના જણાવી રહ્યા છે કહી રહ્યા છે કે, મને આ નર્કમાંથી બહાર નિકારો…

આપણી દુનિયા બહુ જ મોટી છે અને દુનિયામાં આવેલ દરેક દરેક લોકોને તેમનું જીવન જીવવામાં ઘણી મોટી તકલીફો પણ પડતી હોય છે. તેઓને એક ટાઈમનું ખાવાના અને રહેવા માટે પણ કોઈ રસ્તો નથી હોતો. બસ તેઓ રોડની એક બાજુએ બેસીને અને રાત્રે સુઈ જઈને દિવસો કાઢે છે.

તેની વચ્ચે એક એવો જ કિસ્સો જે તમારી આંખો ભીની કરી દેશે તેવો છે, આ કિસ્સો આણંદનો છે કે જ્યાં એક કાકા જે રોડ ઉપર રહીને રાત્રે સુઈને તેમના દિવસો ટૂંકા કરી રહ્યા છે. આ કાકાનું નામ સરદાર ફકીર છે તેઓ હાલ અહીંયા રોડની બાજુએ એકલા રહીને તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે.

તેમના પરિવારમાં તેમના બે દીકરાઓ છે તેઓ ગામડે રહીને ખેતી કરે છે અને આ કાકાને તેઓ નથી રાખતા. આ કાકાને પરિવારમાં બીજું કોઈ નથી તેમના પરિવારના બધા સભ્યો ભગવાન પાસે જતા રહ્યા છે. તેઓ આ રોડ ઉપર ઘણા વર્ષોથી રહે છે.

આ કાકા એવું કહે છે કે, હાલમાં મારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, હવે હું પણ જવાનો જ છું ભગવાનની પાસે. મારા ભાઈએ બધું વેચી નાકકહ્યું છે અને હાલ હું આવી રીતે રોડ ઉપર આવી ગયો છું.

મારો એક પગ પણ ભાગી ગયો છે અને હું છેલ્લા કેટલાયે ટાઇમથી ન્હાયો પણ નથી. હું પહેલા ખેતી કામ કરતો હતો અને પછી અહીંયા આવી ગયો અને રોડ ઉપર આવીને રહ્યો અને મને લોકો ખાવાનું પણ આપી જતા હતા તેનાથી મારુ ગુજરાન ચાલવું છું.

error: Content is protected !!