એકબાજુ રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ કીટોની અછત…એવામાં આ આરોગ્ય કર્મચારી જ સરકારી કીટોને ચોરી બજારમાં મોંઘા ભાવે વેચી મોટી કમાણી કરતો હતો. તેના ઘરેથી આટલા લાખ રૂપિયાની કીટો મળી આવી.
હાલ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અત્યારે લોકોના કોરોના ટેસ્ટિંગ માટે કીટો નથી મળી રહી તેવી ઘટનાઓ સામે આવી રહી છે. આ સમયે કાળા બજારિયાઓ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને મોટી કમાણી કરી રહયા છે.
ગોધરાથી એક એવી જ ઘટના સામે આવી રહી છે. જ્યાં એક આરોગ્ય કેન્દ્ર પર કામ કરતા કર્મચારી અહેમદ જમાલ નામના વ્યક્તિના ઘરેથી ૨.૫૦ લાખ રૂપિયાની રેપિડ ટેસ્ટિંગ કીટો મળી આવી છે. આરોપી કર્મચારી આ કીટો મોંઘા ભાવે ખાનગી લેબને વેચાતો હતો.
સરકારી કીટ હોવા છતાં મેડિકલ સ્ટોર અને ખાનગી લેબને મોંઘા ભાવે વેચી રહ્યો હતો. ગોઘરાના વેજલપુરમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્ર આ આરોપી નોકરી કરતો હતો. સરકારમાંથી આવતા કોરોના રેપિડ ટેસ્ટની કીટોનો મોટો જથ્થો તેના ઘરમાં રાખ્યો હતો. જ્યારે સુધી આવા કાળા બજારિયા દેશને લૂંટવા બેઠા છે ત્યાર સુધી દેશ કદી ઉપર નહિ આવે.
પોલીસને આ વાતની જાણ થતા એક ટિમ બનાવીને આરોપીના ઘરે રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન આરોપીના ઘરેથી અલગ અલગ કંપનીની કોરોના ટેસ્ટિંગની 135 કીટો મળી આવી છે. જેની કિંમત આશરે ૨.૫૦ લાખ છે. હાલ આરોપીની અટકાયત ગોધરા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ ઘટનાની હાલ તપાસ કરવામાં આવી રહી છે.