માલપુરનો આ યુવક અંધ હોવા છતાં દેશ માટે વર્લ્ડ કપ રમી દેશનું નામ રોશન કર્યું અને ક્રિકેટનો આ હીરો આજે મજૂરી કરી પોતાનો પરિવાર ચલાવવા મજબુર બન્યો છે…

જે યુવકે દેશ માટે વલ્ડકપ જીત્યો આજે તે યુવક ખેતરમાં મજૂરી કરવા માટે મજબુર બન્યો છે. એક સમયના સારા એવા ખેલાડીના બાળકોના નસીબમાં આજે સારા એવા કપડાં પણ નથી. ખેલાડીની તકલીફો જોઈને આંખોમાં આંસુ આવી જશે.

માલપુરના પીપરાણા ગામમાં એક ગરીબ ખેડૂતના ઘરે ભાલજી ભાઈનો જન્મ થયો હતો. ભાલજી ભાઈ જન્મથી જ અંધ હતા.તે અંધ હોવાથી તે તેમના માતા પિતાને દીકરાના ભવિષ્યની ખુબજ ચિંતા થઇ રહી હતી.

aravallino aa andh yuvak

ભણવાની ઉમર થતા ભાલજી ભાઈએ ભણવાની જીદ કરતા તેમને અંધશાળામાં ભણવા માટે મોકલ્યા ત્યાં તેમને ૧૨ માં ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. અભ્યાસની સાથે સાથે તે બીજી બધી પ્રવુતિઓમાં પણ મન મૂકીને ભાગ લેતા હતા. તે સમયે તેમને ક્રિકેટમાં એવું મન લાગી ગયું કે.

તે ખુબજ સારી એવી ક્રિકેટ રમવા માટે લાગ્યા હતા. પોતાના પ્રદર્શનથી તે લોલ રાઉન્ડર ખેલાડી તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેમને ગુજરાત તરફથી ઘણી મેચો રમી અને આખરે તેમને વલ્ડકપ રમવાનો મોકો મળ્યો અને તેમાં તે મેન ઓફ થઈ સિરીઝ થઈ તેમનું આવયુ પ્રદર્શન જોઈને તે ખુબજ મોટા ખેલાડી બની ગયા.

પછી આગળ ભણવું હતું પણ પરિવારની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ હોવાના કારણે તે આગળ ભણી નહતા શક્યા અને કોલેજ જવાના પણ તેમની પાસે પૈસા ના હોવાના કારણે તે ઘરે રહીને ભેંસો ચરાવવા લાગ્યા અને ખેત મજૂરી કરવા લાગ્યા. તેમના લગ્ન થઇ ગયા છે. બે સંતાનો પણ છે. આજે તે મજૂરી કરીને ખુબજ દયનિય સ્થિતિમાં પોતાનું જીવન જીવી રહયા છે. તેમની પાસે રહેવા માટે સારું ઘર પણ નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!