મહુડી દર્શન માટે આવેલા પાંચ મિત્રો નદીમાં નાહવા માટે પડ્યા, એક મિત્ર ડૂબવા લાગ્યો તો ચારે મિત્રો તેને બચાવવા નદીમાં કૂદી પડ્યા અને પછી જે ગોજારી ઘટના સર્જાઈ…

રજાનો દિવસ આવે ત્યારે લોકો પોતાના મિત્રો અને પરિવારના લોકો સાથે ફરવા માટે નીકળી પડે છે. પણ અમુકવાર એવી ઘટના ઓ ઘટતી હોય છે કે જેનાથી આખા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. આવી જ ઘટના મહુડીથી સામે આવી છે.

મહુડી પ્રખ્યતા જૈનતીર્થ છે. માટે આખા ગુજરાતમાંથી લોકો અહીં દર્શન માટે આવે છે. શ્રાવણ મહિનાની અમાસ હોવાના કારણેકડીના પાંચ મિત્રો મહુડી દર્શન માટે આવ્યા હતા. દર્શન કરીને પાંચે મિત્રો બાજુમાંથી પસાર થતી સાબરમતી નદીમાં નાહવા માટે ગયાં હતાં.

બપોરનો સમય હોવાથી બધા મિત્રોએ નક્કી કર્યું હતું કે તે નદીમાં નાહવા માટે જશે. પાંચે મિત્રો માંથી એક મિત્ર પાણીમાં તણાતા તે પાણીમાં ડૂબવા લાગ્યો હતો. માટે બીજા ચાર મિત્રો તેને બચાવવા માટે કૂદી પડ્યા હતા.

પણ ડૂબનાર યુવક ઊંચી જગ્યાએ જતો રહેતા તેનો જીવ બચી ગયો હતો પણ તેને બચાવવા પડેલા યુવકો માંથી પ્રકાશ રાવળ નામના યુવકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટનાથી આ વિસ્તારમાં માતમ પ્રસરી ગયો હતો. લોકો તરત જ ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસની ટિમ પણ ત્યાં ઘટના સ્થળે આવી પહોંચી હતી.

મૃતક યુવકનો મૃતદેહ શોધીને તેના પરિવારને જાણ કરી છે. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારને જાણ થતાની સાથે જ પરિવારના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા . મિત્રને બચવા જતા મિત્રએ પોતાનો જીવ ગુમાવતા આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!