લગ્ન માટે રજા ન મળતા મહિલા કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં જ લગ્ન કર્યા.
હાલ કોરોના મહામારીના કારણે આખા દેશમાં હાહાકાળ મચી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પોલીસ કર્મીઓ અને ડોકટરો પોતાની ફરજ બજાવી રહયા છે. કોરોના કાળમાં લગ્નની રીતો પણ બદલાઈ ગઈ છે.
રાજસ્થાનની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને કોરોના મહામારીના કારણે રજા ન મળતા પોલીસ સ્ટેશનમાંજ લગ્ન પહેલાની રસમો મંગળ ગીતો ગાઈને પુરી કરવામાં આવી હતી અને મહિલા પોલીસ કર્મચારીને આશીર્વાદ આપ્યા હતા.
મહિલા કોન્સ્ટેબલ સોનિયાના લગ્ન 26 એપ્રિલના દિવસે હતા. કોરોના મહામારીના કારણે પોલીસ સ્ટેશનનનો સ્ટાફ લગ્નમાં આવી શકે તેમ ન હતું તેથી પોલીસ સ્ટેશનમાંજ મહિલા કોન્સ્ટેબલને ઘોડી પર બેસાડીને મંગળ ગીતો ગાઈને આશીર્વાદ આપ્યા હતા. પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પરિવારની ભૂમિકા ભજવી હતી અને બંદોલીની રસમ કરાવી હતી.
આ મહિલા કોન્સ્ટેબલને ઘોડી પર બેસાડીને કોરોના નિયમોને ધ્યાનમાં લેતા બેન્ડબાજા વગર જ રીતિ રિવાજો પુરા કરવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં આ રીતિ રિવાજનું ખુબજ મહત્વ છે જેમાં કન્યા ઘોડી પર બેસીને થોડે દૂર સુધી જાય છે
અને આમાં મંગળ ગીતો ગવાય છે અને લોકો ખુબજ નાચે છે પણ કોરોના મહામારીના કારણે આ રિવાજ ખુબજ સાદાઈથી કરવામાં આવ્યો હતો. મહિલા કોન્સ્ટેબલે આ રિવાજ માટે આખા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ સ્ટેશનના બધા કર્મચારીઓએ તેને નવા જીવનની શુભકામનાઓ આપી હતી.