મોદીજી એ જયારે મહિલા અધિકારીને પૂછ્યું કે ડોક્ટર બન્યા પછી કેમ IPS બન્યા, તો મહિલા અધિકારીએ જે જવાબ આપ્યો એ ખરેખર સાંભરવા લાયક હતો.

મિત્રો પ્રધાનમંત્રી મોદી અવાર નવાર દેશના અધીકારીઓ સાથે વાત કરતા હોય છે. તેમની સાથે અલગ અલગ મુદ્દાઓ પર વાત અને ચર્ચા કરતા હોય છે. પ્રધાનમંત્રી મોદી અમુકવાર મજાકના મૂડમાં હોય છે.

જયારે પણ દેશના અધિકારીઓ પોતાની ટ્રેનિંગ પુરી કરીને પોતાની ફરજ આપવામાં આવે છે. ત્યારે તેમની ફરજ પર જતા પહેલા દેશના પ્રધાનમંત્રી તેમની સાથે એક મિટિંગ કરે છે અને તેમનુ મનોબળ વધારે છે.

હાલ પ્રધાનમંત્રી સાથે થયેલી IPS અધિકારીઓની મિટિંગમાં પણ કઈ આવું જ થયું હતું કે પ્રધાનમંત્રી મોદીએ એક મહિલા પોલીસ અધિકારીને સવાલ કર્યો તો મહિલા અધિકારી ખુબજ સરસ જવાબ આપ્યો કે તેમનો આપેલો જવાબ સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. મહિલા અધિકારી પ્રધાનમંત્રી સાથે વાત કરવા માટે ઉભા થાય છે.

સૌથી પહેલા તે તેમને પ્રણામ કરે છે અને કહે છે કે મારુ નામ નવજ્યોત સિમ્મી છે અને મને મારી ડ્યુટી માટે બિહાર રાજ્ય આપવામાં આવ્યું છે અને પંજાબની રહેવાસી છુ અને મેં ડોક્ટરની ડિગ્રી મેળવીને પછી IPS બની છુ.

તો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તમે ડોક્ટર બન્યા પછી કેમ અધિકારી બનવાનું વિચાર્યું. તો મહિલા અધિકારીએ જવાબ આપ્યું કે સર ડોકટર કે અધિકારી બંનેનું કામ લોકોનું દુઃખ દૂર કરવાનું હોય છે.

એ પછી ડોકટર બનીને કરો કે અધિકારી બનીને કરો. પણ મારે પહેલાથી અધિકારી બનવું હતું માટે ડોક્ટર બન્યા પછી મેં મારુ આ સપનું પૂરું કર્યું. મહિલા અધિકારીનો આ જવાબ બધાને ખુબજ પસંદ આવ્યો હતો.

error: Content is protected !!