મહેસાણાના આ પતિ પત્ની કોરોનામાં જે ઘરે પોતાના મોભી ગુમાવ્યા છે, તેવા ૫૦ પરિવારો ને ૧ વર્ષ સુધી આવી મદદ કરીને માનવતા મહેકાવી રહ્યા છે.

કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના ઘરના મોભી ઓને ગુમાવ્યા છે. ઘરના મોભી ગુમાવતા હવે આ પરિવારોમાં ઘરના ભરણ પોષણનો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે હવે આવા પરિવારોની મદદ કરવા માટે મહેસાણાના એક દંપતી સામે આવ્યા છે. તેમને કોરોનામાં પોતાના મોભી ગુમાવનાર 50 પરિવારને 1 વર્ષ માટે કરિયાણું આપવાની જાહેરાત કરી છે.

મહેસાણાના પિન્ટુ ભાઈ પટેલ અને તૃષાબેન પટેલ કોરોના પીડિત દર્દી અને અન્ય વિધવા મહિલા ઓને પણ મદદ કરી રહ્યા છે. આ સિવાય કોરોના કાળમાં આ દંપતીએ અનેક દર્દીઓને વેન્ટિલેટર સુધીની સુવિધાઓ પણ પુરી પાડી છે.

આ દંપતીના જણાવ્યા અનુસાર કોરોના કારમાં જે પણ લોકોને મદદ ની જરૂર હતી તેવા પરિવારોને અમે ઘરે જઈને મદદ કરી છે. અમને જાણ થઈ કે આજુ બાજુના ગામની ગણી વિધવા બહેનો તકલીફ માં છે. મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે માટે અમે તેમને પણ કરિયાણું પહોંચાડવાની શરૂઆત કરી છે.

આ સાથે સાથે આ દંપતીને વિચાર આવ્યો કે કોરોના કારમાં જે લોકો એ પોતાના ઘરના મોભીને ગુમાવ્યું હશે તે ઘરની હાલત કેવી હશે માટે અમે વિચાર્યું કે અમે એવા 50 પરિવારોં કે જેમને મદદની ખુબજ જરૂરી છે. તેમને અમે 1 વર્ષ સુધી કરિયાણું આપી શું. આ એક ખુબજ ઉત્તમ કામ કહેવાય.

error: Content is protected !!