આખી રોટલી ખાતા હોવ તો અડધી ખાજો પણ કદી અમેરિકા ના જતા
આપણા દેશમાં કેટલાક લોકો તેમના જીવનમાં કેટલાક ફેરફારો કરવાની માટે કઠોળ પરીશ્રમો કરતા હોય છે અને તેમાં કેટલાક લોકો વિદેશમાં પણ જતા હોય છે અને તેઓ એવું વિચારીને વિદેશમાં જતા હોય છે કે
ત્યાં જઈને ચાર-પાંચ વર્ષ મહેનત કરીને પાછા આવી જઈશું અને તેથી આપણું જીવન ગોઠવાઈ જશે,પણ દર વખતે આ અનુમાનો સાચા નથી હોતા કેટલીક વાર વિચારેલું પણ નથી થતું હોતું અને તેવો જ એક કિસ્સો આજે આપણે જાણીએ.
આ વાતએ બોચાસણની છે જેનો જિલ્લો આણંદ છે,જ્યાં એક ભાઈએ તેમની જરૂરિયાતો અને પરિવારની સુખાકારીઓ મેળવવાની માટે અહીંથી અમેરિકા ગયા હતા આ ભાઈનું નામ પટેલ ભુપેન્દ્રકુમાર શાંતિલાલ છે,
તેઓએ આ વિચારીને વર્ષ ૧૯૯૧ ના છેલ્લે ગયા હતા તેઓએ ૬ મહિનાના વિઝા લીધા હતા.અમેરિકા જવાનું કારણ એજ હતું કે અહીંયા નોકરીના કોઈ ખાસ સ્કોપ નહતા અને તેનાથી હું અમેરિકા જવાનું વિચાર્યું હતું તેથી મેં પણ મારા દોસ્તને વાત કરી કે મારે અમેરિકા આવવું છે અને તેને મારુ અમેરિકા જવાનું ગોઠવી દીધું હતું અને તેઓ અમેરિકા ગયા અને ત્યાં ૧૮ વર્ષ રહ્યા હતા.
અમેરિકા ગયાના પછી અમે ૧૪ થી ૧૬ કલાકની કઠોળ મહેનત પણ કરી હતી અને તેમ છતાં પણ પૂરું નહતું થતું,મેં ત્યાં હોટલમાં લોન્ડરી કરતો હતો પછી પાર્કિંગ સાફ કરતો હતો અને શનિ રવિએ ઇન્ડિયન હોટલમાં કામ કરતો હતો.
ત્યારબાદ તેઓએ વર્ષ ૨૦૦૩ માં લગ્ન પણ કર્યા હતા તેમને એક છોકરો પણ છે અને તે ફાયર ફાયટરનું પણ ભણ્યો છે અને થોડા સમય પછી ત્યાંની સરકારે કેટલાક ભારતીયોને પાછા ભારત મોકલ્યા હતા અને તેમાં આ ભુપેન્દ્રભાઈને એવું પૂછવામાં આવ્યું હતું કે તમે તમારા ખર્ચે જશો કે અમારા ખર્ચે જે એમની માટે મોટો પડકાર હતો જેથી તેઓએ ભારત પાછું આવવું પડ્યું હતું.
આ સમય દરમિયાન મેં પહેલા તો મારી માતા અને પિતાને ગુમાવ્યા હતા,અને તેમને એ વાતનું દુઃખ થાય છે કે તેઓ જેમની માટે હું અમેરિકા ગયો હતો તેમની માટે હું કઈ જ ના કરી શક્યો,એમના છેલ્લા શ્વાસે હું તેમની સાથે પણ ના રહી શક્યો અને તેમની અંતિમ સેવા પણ હું ના કરી શક્યો. આવી હતી આ ભાઈની દુઃખ ભરી કહાની.