ભોલેનાથને પ્રસંન્ન કરવા માટે સોમવારના દિવસે કરો આ ઉપાયો. જે તમને સુખ,સમૃદ્ધિથી સંપન્ન કરી દેશે.

સોમવાર ભગવાન શંકરનો દિવસ છે.સોમવારના દિવસે કેટલાક ઉપાયો કરીને તમે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરી શકો છો.આ ઉપાયો કરવાથી તમારી ધન સબંધિત અને માનસિક તણાવની તકલીફો દૂર થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.

સોમવારના દિવસે પાણીમાં સફેદ તાલ નાખી અને 11 બીલીપત્ર સાથે ભગવાન શિવનો અભિષેક કરો.સોમવારના દિવસે સફેદ ગાયને રોટલી ખવડાવવી ખુબજ શુભ માનવામાં આવે છે.

16 સોમવાર સુધી દૂધ અને ચોખાનું દાન કરો આનાથી તમારો ચંદ્ર શુભ થશે અને સોમવારના દિવસે શિવ મંદિરમાં બેઠેલા ભિખારીને અન્ન દાન કળો.ધન પ્રાપ્તિ માટે માછલીઓને સોમવારના દિવસે લોટની ગોળીઓ ખવડાવો.

સોમવારના દિવસે કાચા દૂધમાં કાળા તલ નાખીને ભગવાન શિવનો અભિષેક કરો.જો તમારા બાળકોને ભણવામાં મન નથી લાગતું તો સોમવારના દિવસે શિવલિંગ પર થોડા ઘઉં ચઢાવો.

જો તમને સંતાન નથી થઇ રહ્યું તો 21 સોમવાર સુધી શિવલિંગ પર દૂધમાં ખાંડ ભેરવીને ચઢાવો.જો તમને ધન સબંધિત તકલીફો થઇ રહી છે તો સોમવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને કોઈ ભેટ આપો.

સોમવારના દિવસે માં લક્ષ્મીને લાલા ચૂંદડી ચઢાવો આ ઉપાયથી જે પણ તમારા કામ અટકી પડ્યા છે તે થવા લાગશે.સોમવારના દિવસે જે પણ લોકો ભગવાન શિવને ચોખા ચઢાવે છે.તેમના ઘરે પૈસાની તંગી ક્યારેય નથી થતી.

error: Content is protected !!