આ ઉપાય કરવાથી તમારું ગળું એકદમ કાચ જેવું સાફ થઇ જશે…
કોરોનાએ ફરી એક વાર ઉથલો માર્યો છે તેની વચ્ચે લોકો ખુબ જ હેરાન અને પરેશાન થઇ ગયા છે. લોકોને હોસ્પિટલમાં પણ બેડ નથી મરી રહ્યા તો કેટલીક વાર ઓક્સિજન પણ નથી મળતો.
આવી કપળી પરિસ્થિતિની અંદર લોકો તડપી રહ્યા છે. તેવામાં જે લોકોને કોરોના થયો છે અને તેની સાથે સાથે કફ, શરદી અને ઉધરસ થઇ છે તેવા લોકોએ આયુર્વેદિક ઉપચાર પણ કરવા જોઈએ જેથી કરીને તાત્કાલિક ધોરણે રાહત મેળવી શકાય.
આપણા આયુર્વેદિક નિષ્ણાતો પણ જણાવે છે કે, એવા કેટલાક આયુર્વેદિક ઉપચારો છે કે જેનાથી તમને ગળામાં રહેલો કફ, ખરાશ, શરદી અને ઉધરસનો નાશ કરી દેશે અને તમને જલ્દીથી રાહત પણ આપશે.
આપણે જાણીએ તેવો જ એક ઉપાય કે જેનથી ગળામાં જામેલા કફને દૂર કરી ગળાને એકદમ સાફસુફ કરી નાખશે. આ ઉપાય કરવવાની માટે તમારે એક ચમચી જેટલું શુદ્ધ મધ લેવાનું છે . ત્યારબાદ તેની અંદર તમારે ૨ લવિંગ નાખવાના છે.
આ ઉપાય ભૂખ્યા પેટે કરવાનો હોય છે અને જે લોકોએ મોઢામાં ચાંદા પડતા હોય તેઓએ અડધી ચમચી મધ અને એક જ લવિંગ લેવાનું છે. આ ઉપાયનો ઉપયોગ તમારે લવિંગ સાથે મધને ચાટી જવાનું છે અને લવિંગને ચાવી જવાના છે.
આમ કરવાથી તામ્ર ગલમાં ગમેતેવો જૂનો કફ હશે તેને તોડી નાખશે અને તમને જલ્દીથી રાહત પણ આપશે. આ ઉપાય તમારે ખાસ ભૂખ્યા પેટે કરવાનો છે અને દિવસમાં એક જ વખતે કરવાનો છે. આ જાદુઈ ઉપાયનો ફાયદો તમને તાત્કાલિક જોવા મળશે અને તમારું ગળું એકદમ કાચ જેવું સાફ થઇ જશે.