એક માતા પોતાના મૃત પુત્રને લઈને ઈ-રિક્ષામાં આમ તેમ ભટકતી રહી, પણ કોઈએ મદદ ના કરી…

હાલમાં કોરોનાની સ્થિતિ બહુ જ કથળી બની ગઈ છે જેથી રાજ્યમાં બધા જ દવાખાનાઓ હાલ ઉભરાઈ ગયા છે અને તેમાં લોકોના મોત પણ ઝડપથી થઇ રહ્યા છે જેથી કરીને સ્મશાનમાં પણ અગ્નિ સંસ્કાર કરવાની માટે લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે.

તેવામાં કેટલાક એવા કિસ્સાઓ બનતા હોય છે કે તેનાથી લોકોના રુંવાટા ઉભા કરી ડે તેવા હોય છે અને તેવો જ એક કિસ્સો હાલમાં ઉત્તર પ્રદેશનો બહાર આવ્યો છે.

આ કિસ્સામાં એક વિનીત નામના યુવકની જે હમણાં સુધી મુંબઈમાં એક પ્રાઇવેટ નોકરી કરતો હતો અને તે ગયા જ લોકડાઉનમાં પોતના ગામે પાછો આવી ગયો હતો અને ત્યાં આવીને રહેતો હતો અને જેમાં આ વખતે તેનું એક દુઃખદ અવસાન થયું હતું.

જેમાં તેને પૂરતી સારવાર નહતી મળી અને પરિણામે તેનું કરુણ મોત થયું હતું.આ ઘટનાની અંગે વિનીતના ભાઈ એવું જણાવે છે કે,વિનીતને લાંબા સમયથી કિડનીની બીમારી હતી અને તેનાથી તેની સ્થિતિ બગડી હતી અને જેથી તેની માતાએ ગામના લોકોની જોડે મદદ માંગી હતી.

પણ તેને બેઝિક હેલ્થ યુનિટમાં દાખલ નહતો કરાઈ શકાયો અને ત્યાંથી થાકીને તેની માતા તેને ઈ-રિક્ષાની મદદ વડે તેની માતા વિનીતને બીજી હોસ્પિટલમાં લઇ ગઈ હતી અને ત્યાં પણ તેનો ઈલાજ નહતો થઇ શક્યો,

અને તેવા જ સમયે આ વિનીતે ઈ-રિક્ષામાં જ તેના અંતિમ શ્વાસ લીધા હતા તેની માતા આમતેમ વિનીતને લઈને ભટકતી રહી અને અંતે વિનીતે દુનિયા જ છોડી દીધી હતી.

error: Content is protected !!