દીકરાનાં સપનાને પૂરું કરવા માટે ૭૦ વર્ષની ઉંમરે માતાએ પણ દીકરાનો સાથ આપ્યો અને આજે આ માં દીકરાની જોડી વર્ષે ૧ કરોડ રૂપિયાની કમાણી કરે છે.

જો તમે ઈચ્છોતો ઉંમરનાં કોઈપણ પડાવમાં સફળતા મેળવી શકો છો. બસ જરૂર છે તો પોતાના કમ્ફર્ટ જોન માંથી બહાર નીકળવાનો. મોટા ભાગના યુવાનોનું સપનું હોય છે કે એ પોતાનો કોઈ બિઝનેસ કરે પણ પરિવારની જવાબદારીઓનાં લીધે નોકરી છોડીને પોતાના કંઈ કરવાનું સપનું તેમનું અધૂરું રહી જાય છે. દિલ્હીના ગૌરવ એક આર્કિટેક્ચર છે.

તે છેલ્લા ૨૦ વર્ષથી આર્કિટેક્ચરની નોકરી કરે છે. તેમને ઘણા સમયથી પોતાનું કઈ કરવું હતું પણ તેમને ખ્યાલ નાં હતો કે તે કંઈ ફિલ્ડમાં પોતાનું કામ કરે. એક દિવસે ઓફિસમાં એક છોકરો છોલે કુલચા ખાતો હતો. તેની પાસેથી કુલચા ખાઈને તેમને વિચાર આવ્યો કે હું પણ કુલચાનો જ કંઈ બિઝનેસ કરે. તેમને પોતાની માતાને આ વસ્તુની જાણ કરી.

તો તેમની માતાને પણ ખાવાનું બનાવવાનો પહેલાથી જ ખુબજ શોખ હતો. માં દીકરાએ બે વર્ષ સુધી આ કામ વિષે રિસર્ચ કરી અને માં દીકરાએ પોતાની નાની એવી છોલે કુલચાની હોટલ ખોલી. આજે દિલ્હીમાં જ આ માં દીકરાની ૪ હોટલ છે અને વર્ષે ૧ કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ માં દીકરાની જોડી આજે આખા દિલ્હીમાં ફેમસ છે.

ગૌરવની માતા જયારે ૭૦ વર્ષનાં હતા ત્યારે તેમને પોતાની આ હોટલ ચાલુ કરી હતી અને આજે હોટલમાં જેટલી પણ વાનગીઓ બને છે. એ બધી વાનગીઓ ગૌરવની માતાએ પોતાના હાથે બનાવીને નક્કી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!