એવી તો શું મજબૂરી કે, લોકો કાળજાર ગરમીમાં ખુલ્લા રોડ પર સારવાર લેવા માટે મજબુર થઇ ગયા.

કોરોનાના કારણે રાજ્યની મોટા ભાગની હોસ્પિટલો ફૂલ થઇ ગઈ છે. ત્યારે પોતાનો જીવ બચાવવા માટે લોકો રોડ પર પોતાની સારવાર લઇ રહ્યા છે. એવી તો કેવી મજબૂરી કે જીવ બચાવવા માટે લોકોએ રોડ પર આવી જવું પડ્યું. આ પરથી જણાઈ રહ્યું છે કે આરોગ્યતંત્ર દર્દીઓને સાચવવા માટે નિષ્ફ્ળ નીવડ્યું છે. માટે લોકોને હોસ્પિટલોમાં જગ્યા ન મળતા લોકોને રોડ પર સારવાર લેવી પડી રહી છે.

આ ઘટના રાધનપુરની છે. એક બાજુ કોરોનાનો કહેર બીજી બાજુ આ કાળજાર ગરમીનો કહેર ત્યારે માનવું પડે આ દર્દીઓને કે તે ઓ ભર ઉનાળામાં પણ રોડ પર પોતાની સારવાર લેવા માટે મજબુર બની ગયા છે.

કરે પણ શું? હોસ્પિટલમાં જઈને સારવાર પણ નથી લઇ શકતા. ખાનગી હોસ્પિટલો લૂંટ ચલાવી રહ્યા છે. આ ખર્ચ ગરીબ દર્દી ઉઠાવી શકે તેમ નથી અને સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી.

આવી સ્થિતિમાં દર્દી જાય તો જાય ક્યાં. આવી પરિસ્થિતિમાં દેશના આરોગ્ય તંત્રની પોલ ખુલી ગઈ છે. લોકો સરકારથી ખુબજ નારાજ છે. લોકો એટલે સુધી મજબુર થઇ ગયા છે કે હોસ્પિટલમાં જગ્યા ન મળતા લોકો ખુલ્લા રોડ પર ખાટલા અને ઓક્સિજનની બોટલ સાથે સારવાર લઇ રહયા છે અને આરોગ્ય માળખુ કોરોના સામે જંગ હારતું હોય તેવું લાગી રહ્યું છે.

error: Content is protected !!