લોકો હવે કોરોના દેવીનું મંદિર બનાવીને પૂજા કરી રહ્યા છે, શું ખરેખર આનાથી કોરોના જતો રહેશે…

હાલમાં કોરોનાની બીજી અને ઘાતકી લહેરે આતંક મચાવી દીધો છે, આ લહેરને રોકવાની માટે ડોક્ટર, વૈજ્ઞાનિકો, અને દરેકે દરેક લોકો આ ઘાતકી લહેરને રોકવા માટે તેમનાથી થાય તેટલા પ્રયત્નનો પણ કરી રહ્યા છે.

આ ડોકટરો દિવસ અને રાત એક કરીને કોરોનાના દર્દીઓની સારવાર કરવા લાગી ગયા છે. તેવામાં કેટલાય લોકો હાલમાં દેવી અને દેવતાઓને યાદ કરી રહ્યા છે.

તેની વચ્ચે તમિલનાડુના કોઇમ્બતુરમાં એક મંદિરની અંદર કોરોના દેવીની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરનું નામ કમાચીપુરી છે. લોકોને કોરોનાની સામે રાહત રહે તેથી મંદિરના મેનેજમેન્ટ અહીંયા કોરોના દેવીની સ્થાપના કરી છે. તેઓનું એવું માનવું છે કે, કોરોના દેવી તે લોકોને કોરોનાથી બચાવશે. આ મંદિરમાં ૧.૫ ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

આ દેવીની સામે કોરોનાને લઈને એક વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે, જેમાં ૪૮ દિવસ સુધી ચાલનારા મહાયજ્ઞનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આ મહાયજ્ઞ પૂરો થશે પછી લોકો આ કોરોના દેવીના દર્શન કરી શકશે.

જેવામાં બીમારીઓ સામે આવે છે તેવામાં પ્રાચીનકાળથી જ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. અગાઉ પણ પ્લેગ જેવી બીમારીઓમાં પણ ભગવાને રક્ષણ આપ્યું હતું, જેથી આજે કોરોના દેવીની મૂર્તિ પણ બનાવીને તેમની પૂજા કરવામાં આવે છે.

error: Content is protected !!