દાન કરવું એતો ગુજરાતીઓના લોહીમાં હોય છે, ભૂખ્યા તરસ્યા લોકો માટે દેવદૂત બન્યા આ યુવાનો.

કહેવામાં આવે છે કે દાન તો ગુજરાતીઓના લોહીમાં હોય છે. જયારે પણ દેશ અને રાજ્યને ગુજરાતી ઓની જરૂર પડી ત્યારે ગુજરાતીઓ મદદે સામે આવ્યા છે. પછી તે કોઈપણ સેવા હોય આર્થિક કે પછી ભોજનની હંમેશા ગુજરાતીઓ આગળ રહ્યા છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. કોરોનાએ એવું વિકરાર સ્વરૂપ લીધું છે કે તેની સામે સિસ્ટમ લાચાર બની ગઈ છે.

સરકાર બાપડી બિચારી થઇ જતા ગુજરાતીઓ લોકોની મદદ કરવા માટે ખડે પગે થઇ ગયા છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે આપણી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવતા

દર્દીઓના પરિવારના લોકોને ભૂખ અને તરસથી તડપવું ન પડે એ માટે અમદાવાદના કેટલાક યુવાનો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરીને સિવિલની બહાર ઉભી રહેલી 108 એમ્બ્યુલન્સમાં આપવામાં આવી રહ્યા છે.

દરરોજ અલગ અલગ નાસ્તો તૈયાર કરીને દર્દી અને તેમના પરિવારના સભ્યોને આપવામાં આવે છે. સાથે સાથે હોસ્પિટલના ગેટ પર કામ કરતા કર્મચારીઓને પણ પાણી સહિતની સુવિધાઓ આપવામાં આવે છે.

આ સ્વયંમ સેવકો એ જણાવ્યું કે જયારે તે સવારે ચાર વાગે હોસ્પિટલમાં કોઈને ટિફિન આપવા માટે આવ્યા હતા ત્યારે ભૂખના કારણે એક માણસની વેદના જોઈને તેમને આ કામ કરવાની પ્રેરણા મળી હતી અને તેમને વધુમાં જણાવ્યું કે જ્યારે સુધી હોસ્પિટલની બહાર લાઈનો ઓછી નહિ થાય ત્યાં સુધી તે દિવસના 500 ફૂડ પેકેટનું વિતરણ કરશે.

error: Content is protected !!