લોકો હવે નવું લાયા ગાયના છાણથી નહાવાથી કોરોના નથી થતો, ડોક્ટરે કહ્યું કે આવું ભૂલથી પણ ના કરતા નહી તો પછતાવાનો વાળો આવશે.

કોરોનાથી આખો દેશ હાલ પરેશાન છે. ત્યારે કોરોનાથી છૂટકારો મેળવવા માટે લોકો નવા નવા અખતરા કરતા હોય છે. હવે લોકો કોરોનાથી છુટકારો મેળવવા માટે નવો ઉપાય લઈને આવી ગયા છે. લોકો કહી રહયા છે કે ગાયના છાણ અને ગાયના મુત્રથી નહાવાથી કોરોના ભાગી જાય છે અને તેનું સંક્રમણ લાગતું નથી. પણ શું તે ખરેખર અસરકર છે?

ગાયના છાણ અને ગાયના મુત્રથી નહાવાથી કોરોનાથી સાજા થવાને બદલે વધારે બિમારતો નથી પડી જતા ને? અત્યારે કોરોના લોકો માટે ખુબજ ઘાતક સાબિત થઇ રહી છે. લોકોને ઓક્સિજન પુરાત પ્રમાણમાં નથી મળી રહ્યા તેના કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે.

ત્યારે કોરોનાથી બચવા માટે લોકો અનેક દેશી નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. ત્યારે હાલ સોસીયલ મીડિયા પર ગાયના છાણ અને ગાયના મુત્રથી નહાવાથી કોરોના નથી થતો અને ઇમ્યુનીટી વધે છે. આ વાત ખુબજ વાઇરલ થઇ રહી છે.

ત્યારે નિષ્ણાત ડોક્ટરોના જણવ્યા અનુસાર ગાયના છાણ અને ગાયના મુત્રથી નહાવાથી કોરોના નથી થતો તે વાત તદ્દન ખોટી છે. અને જો તમે ગાયના છાણ અને ગાયના મુત્રથી નહાશો તો સાજા થવાનું તો દૂર પણ હાલ ફેલી રહેલી મ્યુકરમાઇકોસિસની બીમારી લાગી શકે છે.

કારણ કે મ્યુકરમાઇકોસિસના બેક્ટેરિયા આવી જગ્યા એ ખુબજ જોવા મળે છે. આ સાથે ડોક્ટર લોકોને કહી રહયા છે કે ગાયનું છાણ શરીર પર લાગવાથી શરીરની ઈમ્યુનીટીમાં કોઈ પણ જાતનો વધારો નથી થતો પણ તેનાથી બીજા રોગો થઇ શકે છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!