આ સંસ્થા છેલ્લા ૧ મહિનાથી નિશ્વાર્થ ભાવે ગરીબ લોકોની સેવા કરીને માનવતા મહેકાવી રહી છે.
કોરોના કાળમાં કાળા બજારિયા લૂંટવાની એક પણ તક નથી છોડી રહ્યા. ત્યારે ઘણા એવા લોકો પણ છે. કે જે કોઈ સ્વાર્થ વગર આવી કપળી પરિસ્થિતિ લોકોની મદદ કરી રહયા છે.
પાટણની સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ છેલ્લા 32 દિવસથી કઈ આવું જ કામ કરીને લોકોની મદદ કરી રહી છે. પાટણની આ સંસ્થા છેલ્લા 32 દિવસથી પણ વધારે સમયથી હોસ્પિટલની બહાર ભૂખ્યા તરસ્યા બેસી રહેતા દર્દીના પરિવારને ભોજન આપી રહ્યા છે.
બે ટાઈમ ભરપેટ ભોજન સાથે બે ટાઈમ ચા નાસ્તો પણ આપે છે. આવા કોરોના કાળમાં માણસ માણસથી ભાગી રહ્યો છે. ત્યારે આ સંસ્થાની સેવા ખરેખર બિરદાવા લાયક છે. રાજ્ય ભરમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એટલે લોકોને ખાવા પીવા માં ખુબજ તકલીફ પડી રહી છે.
ગરીબ પરિવારના લોકો પણ તેમના સ્વજનોની સારવારનો પણ ખર્ચ હોય છે. એવામાં આવી સંસ્થાઓ અત્યારે ગરીબ લોકોની સેવા કરી રહી છે અને તેમનું દુઃખ ઓછું કરી રહી છે. મોટી સંખ્યામાં લોકો અહીં ભોજન માટે આવે છે.
આ સંસ્થા છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી આ સેવા પુરી પડી રહી છે. આ સંસ્થાના કર્મચારીઓ કોરોનાથી ડર્યા વગર લોકોની સેવા કરી રહ્યા છે.