હવે લોકો બબીતાનો વિરોધ કરવા માટે રોડ પર ઉતરી પડ્યા અને કડક કાર્યવાહીની માંગ કરી રહયા છે.

તારક મહેતા કા ઉલ્ટાની અભીનેત્રી બબીતા એટલે કે મુનમુન દત્તા એ પોતાના વીડિયોમાં કરેલી એક ટિપ્પણીથી વાલ્મિકી સમાજની લાગણી દુભાતા બબીતા વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે. સ્વાભિમાન સંગઠન દ્વારા બબીતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપવામાં આવ્યું છે

આ સાથે આ સંઘઠનનું કહેવું છે કે જો બબીતા પોતાની ભૂલ ન સ્વીકારે તો આ સિરિયલનું પ્રોડક્શન બંધ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. બબીતા દ્વાર કરવામ આવેલી એક ટિપ્પણીથી વાલ્મિકી સમાજના લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાલ્મિકી સમાજના લોકો દ્વારા બબીતા વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધીને કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

બબીતાએ કરેલી ટિપ્પણીનો વિરોધ કરવા માટે સ્વાભિમાન સંઘઠનના લોકો સાવરણી લઈને કલેક્ટર ઓફિસે પહોંચીને રોષ વ્યક્ત કર્યો હતો. જે લોકો જાહેર જગ્યા પર સાફસફાઈ કરીને પોતાની સેવા આપી રહ્યા છે.

તેવા લોકોનું આપમાન કર્યું છે માટે બબીતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેટલા પણ લોકો મોટા હોય પણ પોતાની વાત રાખવા માટે બીજા લોકોનું અપમાન કરવું યોગ્ય નથી.

error: Content is protected !!