ગુજરાતમાં લોકડાઉન લગાવવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શું બોલ્યા ?

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લેતા દિલ્હી સરકાર દ્વારા એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે.ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં લોકડાઉન લગાવવા વિષે પૂછવામાં આવ્યું ત્યારે

તેમને કહ્યું કે હાલ ગુજરાતના 20 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે અને ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાઓમાં વેપારીઓ જાતે જ લોકડાઉન લગાવી રહયા છે.

ત્યારે ગ્રામ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા ગ્રામીણ લોકો જાતે જ લોકડાઉન લગાવી રહયા છે અને બાજરોમાં ભીડ ન થાય એ માટે વેપારીઓ દ્વારા પણ દુકાનો બંધ રાખવામાં આવે છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર લોકડાઉન અંગે જે પણ નિર્ણય લેશે તેની જાણકારી આવનાર સમયમાં આપવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે લોકોમાં હવે કોરોના પ્રતે જાતે જ જાગૃતિ આવી રહી છે.અને જાગૃતિ લાવવામાં મીડિયાએ પણ મોટો ભાગ ભજવ્યો છે.નીતિન પટેલે કહ્યું કે કોરોના ગાઈડ લાઈનના નિયમોનું પાલન કરોતો લોકડાઉન લગાવવાની જરૂર નહિ પડે.

લોકડાઉનના કારણે લાખો લોકોની રોજગારી ઉપર અસર પડે છે.લોકડાઉન લગાવવાથી કોરોનાની ચેઇન તુતી જ જાય એવું પણ કોઈ ખાતરી પૂર્વક નથી કહી શકતું.કેટલાય દેશ અને રાજ્યોમાં લોકડાઉન કર્યા છતાં પણ કોરોનાનું સંક્રમણ વધી જ રહ્યું છે.

error: Content is protected !!