લોકડાઉનને લઈને અમિત શાહે આપ્યો મોટો સંકેત? રાજ્ય ઈચ્છેતો લોકડાઉન.

દેશમાં કોરોના સંક્રમણને લઈને અમિત શાહે મહત્વના સંકેતો આપ્યા.અમિત શાહે લોકડાઉન લગાવવું કે નહિ એનો નિર્ણય રાજ્ય પર છોડ્યો.એક ઈન્ટરવ્યુંમાં અમિત શાહે કહ્યું કે રાજ્ય ઈચ્છેતો લોકડાઉન લગાવી શકે છે.

આ પરીસ્થીમાં તમામ રાજ્યો એક સાથે મળીને કોરોના સામે લડવું પડશે.ચૂંટણી અને સભાઓમાં થતી ભીડને લઈને અમિત શાહે સરકારનો બચાવ કરતા કયું કે નેતાઓ ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલા નિયમોનું પાલન કરી રહયા છે.

અમિત શાહે કહ્યું કે દેશમાં ઓક્સિજન અને રેમડિસવીરની અછત નથી બંને પૂરતા પ્રમાણમાં છે. અમિત શાહે એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે રાજ્યો પોતાની પરિસ્થિતિને જોઈને કે કેટલા કેસો છે અને પોતાના રાજ્યનું જાતે મૂલ્યાંકન કરીને લોકડાઉન કરવાનો નિર્ણય લઇ શકે છે.

કેન્દ્ર સરકાર દ્વાર કોઈ સ્પષ્ટ સૂચના આપવામાં આવી નથી.કેન્દ્ર દ્વારા કોઈ લોકડાઉન નહિ થાય પણ રાજ્ય ને પોતાના રાજ્યમાં લોકડાઉનની જરૂરિયાત લાગતી હોય તો જાતે લોકડાઉન લગાવી શકે છે.

સાથે સાથે ચૂંટણીમાં થતા કોરોના ગાઈડલાઈનના ઉલ્લંગનમાં સરકારનો બચાવ કરતા કહ્યું કે ચૂંટણી પ્રચાર કરતા નેતાઓ ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી કોરોના ગાઈડ લાઇનનું પાલન કરી રહ્યા છે.અમિત શાહે લોકડાઉન માટે એવા સંકેત આપ્યા હતા કે રાજ્ય ઈચ્છેતો જાતે લોકડાઉન લગાવી શકે છે.

error: Content is protected !!