લોકડાઉન થવાની સંભાવનાથી લોકોએ દોડા-દોડી કરીને કરિયાણાની દુકાનો અને મોલમાં ભારે ભીડ કરી, જુઓ તસવીરો

હાલમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને તેની સાથે સાથે સરકાર કડક નિયમો પણ ઘડી રહી છે જેમાં ૬ એપ્રિલે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં ટૂંકા ગાળાના લોકડાઉન વિશેની થોડી સૂચિ આપી હતી અને આ સાંભળતાની સાથે જ ગુજરાતમાં અમદાવાદની દુકાનો તથા મોલમાં લોકોના મોટા ટોળે-ટોળાઓ જોવા મળ્યા હતા.

સરકારનો આ વીડિયો કોન્ફરન્સિંગ અંગેનો નિર્ણય જેની વિષે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આગામી દિવસોમાં નિર્ણય લઇ શકે છે અને તેવી જ સ્થિતિમાં કરિયાણાની ખરીદી માટે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

જયારે લોકોનું એવું કહેવું છે કે,જો લોકડાઉન થઇ જાય તો અગાઉ ઘણી મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો અને તે ફરી વાર ના કરવો પડે તેની માટે હાલ ઘરમાં દરેકે દરેક વસ્તુઓ રાખવી પડે છે,

અને તેની માટે અત્યારથી જ સ્ટોક કરવો પડે છે.કેમ કે,આ કોરોનાના સંજોગોમાં ગુજરાત સરકાર ગમે ત્યારે તેનો આ નિર્ણય લઈ શકે છે અને જેથી કરીને અમે લોકો ખરીદી કરી રહ્યા છીએ.

હાલ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને તેની માટે ઉચ્ચ અદાલતે ટૂંકા સમયની માટે રાજ્યમાં લોકડાઉન કરવાની સલાહ પણ આપી હતી.

અને આ અરજીની સુનાવણીને ધ્યાન રાખીને કોર્ટે એવું જણાવ્યું હતું કે,રાજ્યમાં કોરોનાના કેસ બેકાબૂ થઇ ગયા છે અને આ વાયરસની સાંકળ તોડવાની માટે લોકડાઉન ૩-૪ દિવસ લાવવામાં આવી શકે છે.

error: Content is protected !!