રોજનું એક લીંબુ પીવાથી તમને આ રોગોથી કોસો દૂર રાખશે.

આજે અમે તમને એક એવી વસ્તુ વિષે જણાવવાના છીએ કે જેના વગર આપણી રસોઈ અધૂરી છે અને તેના વગર આપણી તાજગી પણ અધૂરી છે. આજે અમે તમને લીંબુ પાણી પીવાના ફાયદા વિષે જણાવીશું.

જયારે પણ તમે લીંબુનો રસ બનાવો છો ત્યારે ખાંડ લીંબુના રસ કરતા અઢી ગણી લેવાની હોય છે. આમવાત, રક્તપિત્ત, વાતરક્ત માં લીંબુનો રસ ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે.

અડધા લીંબુના રસને એક ગ્લાસ પાણી ઉમેરીને તેમાં થોડું સિંધવ મીઠું નાખવાથી આપણા શરીરને તરત જ તાજગી આપે છે અને કિડની સચેત થઇ જાય છે અને ચહેરા પણ ચમક આવે છે. લીંબુનું પાણી પીવાથી હ્રદય સચેત બને છે. લીંબુનો રસ હ્રદય માટે અમૃત સમાન માનવામાં આવે છે. હૃદય સ્વસ્થ થવાથી બાકીની શરીરની ક્રિયા પણ સારી થાય છે.

લીંબુનું પાણી શ્રેષ્ઠ પાચક તરીકે કામ કરે છે. લીંબુ એ આખા માટે ખુબજ હિતકારક છે. લીંબુનું પાણી કફ, વાયુ અને ઉધરસને પણ દૂર કરે છે. લીંબુના પાણીથી ગળાનું ઇન્ફેક્શન પણ મટી જાય છે.

લીંબુનો રસ પીવાથી કૃમિ રોગોમાં પણ ફાયદો થાય છે. જે લોકો દરરોજ લીંબુનો રસ પીવે છે. તેમને કોઈ દિવસે કોલેરા નથી થતો. જે લોકોને ભૂખ ન લાગવી હોય તેવા લોકોએ ભોજન પહેલા લીંબુનો રસ પીવો જોઈએ. જે તમારી ભૂખ જગાડે છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!