કોરોના કાળમાં લીંબુ તમારી માટે સંજીવની સમાન સાબિત થઇ શકે છે.

હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીની વચ્ચે લોકોને ઓક્સિજનની સાથે સાથે ઇમ્યુનીટી ઓછી હોય છે અને તેથી જ લોકોને શરીરમાં ઇમ્યુનીટી વધારવાની માટે કેટ કેટલા ઉપાયો કરવા પડતા હોય છે.જે લોકોના શરીરમાં ઇમ્યુનીટી અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે

તેવા લોકોની ઉપર આ કોરોના હાવી થઇ જતો હોય છે અને તેનાથી બચવા માટે અને રોગપ્રતિ કારક શક્તિ વધારવાની માટે આપણે કેટલાક આયુર્વેદીક અને ગરગથ્થુ ઉપાયો અપનાવતા હોઈએ છીએ.

શરીરમાં વિટામિન ”સી” એ રોગપ્રતિકારક માનવામાં આવે છે અને તેથી વિટામિન સી ની ઉણપ ના થાય તેની માટે આપણે ખાટા ફાળો ખાવા જોઈએ અને ખાસ કરીને તેમાં લીંબુ વધારે પ્રમાણમાં લેવું જોઈએ.

આપણે જાણીએ છીએ તેવી જ રીતે લીંબુનું પાણી પીવાના કેટલાય ઉપાયો છે અને જેથી કરીને તેને માતાજીના ગરબાની અંદર પણ લખવામાં આવ્યું છે,’લીંબુડા જુલે તારા બાગમાં’.

એટલું જ નહિ લીંબુ તો જયારે તમે જમવા બેસો છો તો પણ તમારી થાળીમાં કાપીને મુકવામાં આવે છે.કેમ કે,આની પાછળ એક મોટું રહસ્ય છે આપણે જાણીએ લીબુંના શું ફાયદાઓ થાય છે.

આ લીંબુનો બેઝ સાઇટ્રિક એસિડ છે અને એક લીંબુંની અંદર ૮૫% પાણી હોય છે,તેની સાથે સાથે લીંબુની અંદર વિટામિન સી એ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેનું પ્રમાણ ૪૦ મિલી ગ્રામ જેટલું હોય છે.

એક લીંબુંની અંદર ૭૦ મિલીગ્રામ જેટલો કેલ્શિયમ હોય છે,૨૭૦ મિલી ગ્રામ જેટલું પોટેશિયમ હોય છે અને આ બધા તત્વો જે તમારી ઇમ્યુનીટી સિસ્ટમને સક્રિય બનાવીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તેની સાથે હાડકાની મજબૂતી પણ વધારે છે.

આટલા બધા ફાયદાઓથી લીંબુની કિંમત સોના કરતા પણ વધારે છે અને તેનાથી લીંબુ એ ઘર ઘરમાં વપરાય છે.

error: Content is protected !!