હોસ્પિટલમાં લાઈટ જવાથી ૨૪ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ઘટનામાં થયું કઈ એવું કે…
કોરોનાના કહેરથી દિવસેને દિવસે એક્ટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. ઓક્સિજનની કમીના કારણે થતા દર્દીઓના મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આવામાં કર્ણાટકથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કર્ણાટકની એક કોવીડ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા એક સાથે 24 લોકોના મોત થઇ ગયા છે. આ ઘટના કાલે રાતે થઇ હતી.
આ ઘટના પછી ઓક્સિજન સિલિન્ડર આ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કર્ણાટકના ચામરાનગર જિલ્લાની એક કોવીડ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જતા 24 લોકોના મોત નિપજ્યા છે.
હોસ્પિટલ તંત્ર દ્વારા ઓક્સિજન મંગાવવામાં આવ્યો હતો પણ ઓક્સિજન આવવામાં થોડી વાર લાગી હતી એવામાં હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા ICU માં દાખલ 24 કોરોના દર્દીઓમાં મોત નિપજ્યા હતા.
આ પહેલા પણ આ શહેરની એક હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 4 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ હોસ્પિટલમાં લાઈટ જવાના કારણે વેન્ટિલેટર પર રહેલા દર્દીઓના મૃત્યુ થઇ ગયા હતા. દેશભરની બધી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા ઘણા દર્દીઓના મૃત્યુ થઇ ગયા છે. કોરોનાની બીજી લહેરએ દેશની આરોગ્ય વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે.