આ દીકરીના લગ્નના ફેરા ચાલુ થાય એની પહેલા જ દીકરીએ તેના પપ્પાને એવું કહ્યું કે, સાંભરીને જાનૈયાઓના હોશ ઉડી ગયા…

આપણા દેશમાં કેટલાય લગ્ન પ્રસંગો થતા હોય છે, જેમાં લોકો લગ્નમાં પરિવાર ઘણો મોટો ખર્ચો પણ કરતા હોય છે. લગ્નમાં પરિવાર જયારે તેની દીકરીને વરાવતા હોય છે તેવામાં બહુ જ દુઃખ લાગતું હોય છે, જે દીકરીને આપણે બાળપણથી ઉછેરીને મોટી કરી તે આજે સાસરે જશે. તેવામાં એક એવો કિસ્સો બન્યો છે જે સાંભરીને તમે પન્ન સ્તબ્ધ થઇ જશો.

ગુજરાતના એક ગામમાં એક પરિવાર હતો જેમાં, એક ભાઈ તેમના પત્ની અને તેમની દીકરી આ ત્રણ રહેતા હતા. આ ભાઈનું નામ બિપિન ભાઈ હતું તેઓ એક ખાનગી કંપનીમાં કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેઓ એક દિવસ નોકરીથી ઘરે આવ્યા તેવામાં ખુબ જ ખુશ હતા

તેઓએ તેમની પત્ની જેમનું નામ રસીલાબેન હતું, રસીલાબેન રસોડામાં કામ કરતા હતા તેમને બોલાવ્યા તેઓ આવ્યા અને તેઓને એવું કહ્યું કે આપણી શીતલ જે તેમની દીકરી હતી, તેનું માંગુ આવ્યું છે. છોકરાનું નામ પવન છે જે હાલ બેન્કમાં નોકરી કરે છે.

શીતલે ભણવામાં ગ્રજ્યુએટ થયેલી છે, શીતલ હાલ ઘરે ભરતકામ અને ટ્યુશન ચલાવે છે અને તેના પિતાજીની મદદ કરવાની માટે આમ કામ કરતી હતી પણ બિપિન ભાઈ એવું જ કહેતા હતા આ તારી મહેનતની કમાણી છે

અને તે તારા ભવિષ્યમાં કામ આવશે. તેવામાં તેના મમ્મી અને પપ્પાએ શીતલને પૂછ્યું બેટા તારું માંગુ આવ્યું છે તો સંમતિથી એકબીજાને મળવાનું ગોઠવ્યું અને સગાઇ પણ કરી લીધી હતી.

તેના પછી લગ્નનું મુર્હત પણ જોવડાવ્યું હતું, લગ્નના થોડાક દિવસ પહેલા તેના પિતાએ શીતલને તેમની પાસે બોલાવી હતી અને એવું કહ્યું કે તારા સસરાની સાથે હમણાં જ વાત થઇ હતી અને તેઓએ કન્યાદાનમાં કઈ પણ લેવાની ના પાડી છે

અને તેથી આ ૨,૫૦,૦૦૦ ચેક છે તું તારા ખાતામાં ભરી દેજે. જોત જોતામાં તો જાણ આંગણે આવી ગઈ અને તેના લગ્નના ફેરા ચાલુ થયા ત્યાં તો શીતલ બોલી ઉઠી ગોરબાપા ઉભા રહો મારે મારા પપ્પાને વાત કરવી છે.

પપ્પા તમે મને નાનપણથી ખુબ જ વહાલ આપ્યો છે તેનું ઋણ હું ક્યારેય નઈ ચૂકવી શકું. જેથી મેં મારા સસરા અને પવન સાથે વાત કરી હતી અને પછી એક નિર્ણય લીધો છે તમે મને જે ૨,૫૦,૦૦૦ આપ્યા હતા તે અને મેં ભરતકામ અને ટ્યુશન કરાવીને ભેગા કર્યા હતા એ ૩,૫૦,૦૦૦ નો ચેક તમને આપું છું.

જે તમે નિવૃત થશો તે વખતે તમારે કામ લાગશે. હું એવું જરાય ઇચ્છથી નથી કે તમારે ઘડપણમાં કોઈની પાસે હાથ લંબાવવો પડે. આ સાંભળીને ત્યાં આવેલા સમગ્ર લોકોનું હૈયું ફાટ્યું અને આ હૃદયસ્પર્શી વાત સાંભરીને લોકો રડવા પણ લાગ્યા હતા.

error: Content is protected !!