લગ્નના દિવસે જ સગા ભાઈ બહેનને ભરખી ગયો કોરોના. પરિવાર પર દુઃખોનો વરસાદ

કોરોના પોતાનો કહેર દિવસેને દિવસે વરસાવી રહ્યો છે એવા માં તમે એક જ પરિવારના એકથી વધારે સભ્યોના મૃત્યુના સમાચારતો અવાર નવાર સંભારતાં જ હશો. આજે અમે તમને એક ઘટના વિષે જણાવવા જઈ રહયા છીએ,

જેમાં કોરોનાના કારણે સાગા ભાઈ બહેનનું એક જ દિવસે મોત નીપજ્યું હતું નવાઈની વાતતો એ છે કે આ ભાઈ બહેનના જે દિવસે લગ્ન થવાના હતા એજ દિવસે તે બંનેનું મૃત્યુ થયું હતું.

આ બંને ભાઈ બહેન મહેસાણા જિલ્લાના રહેવાસી હતા અને લગ્નના દિવસે જ આ બંનેનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. 24 એપ્રિલના રોજ આ બંનેના લગ્ન થવાના હતા અને લગ્નના દિવસે જ આ બંનેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને ખુબજ ચોંકાવનારી ઘટના કહી શકાય. આ બંને ભાઈ બહેનના ફોટા સાથે કંકોતરીનો ફોટો પણ સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહયા છે.

કોરોના અત્યારે લોકો પર કાળ બનીને ત્રાટક્યો છે. કોરોનાની આ બીજી લહેરમાં ઘણા ઘર ખાલી થઇ ગયા છે. જે માં બાપે એક સાથે પોતાના બંને બાળકો ગુમાવ્યા હોય એમની વેદનાની તમે કલ્પના પણ નહિ કરી શકો. એક આજુ તેમને તેમના બાળકોના લગ્નના સપના જોયા હશે ને એક જ પળમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. આ એક ખુબજ કરુણ ઘટના કહી શકાય.

error: Content is protected !!