લગ્નના દિવસે જ દુલ્હન સાથે ઘટી એવી ઘટના કે લગ્ન રોકવા પડે એમ હતું, પણ વરરાજાએ કર્યું એવું કે લોકો બોલી પડ્યા પતિ હોય તો આવો.

કહેવાય છે કે જોડિયો ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે, પછી ભલે ગામે તેટલી તકલીફો આવી જાય તેમનું મિલન થઇને જ રહે છે, આવી જ એક અનોખી ઘટના રાજસ્થાનના કોટાથી સામે આવી છે. જ્યાં એક અનોખા લગ્નએ બધાના દિલ જીતી લીધા,

આજે એવા લોકો ખુબજ ઓછા જોવા મળે છે કે જે માણસના સ્વભાવને પ્રેમ કરતા હોય. આજે મોટા ભાગે લોકો માણસના દેખાવને પ્રેમ કરતા હોય છે,કોટાના પંકજના લગ્ન મધુ સાથે નક્કી કરવામાં આવ્યા હતા, શનિવારના દિવસે તેમના લગ્ન હતા બનેના પરિવાર છેલ્લા ઘણા સમયથી લગ્નની તૈયારીઓ કરી રહ્યો હતો,

લગ્નની બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી. અને જે દિવસ લગ્ન હતા એ દિવસે જ દુલ્હન મધુ સીડીઓ પરથી નીચે પડી ગઈ હતી. તે ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ ગઈ હતી,તરત જ તેને હોસ્પિટલ લઈને જવામાં આવી હતી.

જ્યાં તેના બંને હાથ ફ્રેક્ચર થઇ ગયા હતા અને ગળાના ભાગે પણ તેને ખુબજ ઇજાઓ આવી હતી. તો એ દિવસે તો લગ્ન થયા એમ નહતું તો પંખજે નક્કી કર્યું કે તે નક્કી લગ્નના મુરતના દિવસે જ તેની સાથે લગ્ન કરશે તો પંકજ જાન લઈને હોસ્પિટલ લઈને પહોંચી ગયો.

જ્યાં મધુ જે વોર્ડમાં સારવાર લઇ રહી હતી તે વોર્ડને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. જ્યાં વિલચેર પર જ મધુને વરમાળા પહેરાવી તેના માથામાં સિંદૂર પુરી લગ્ન રી લીધા હતા. આ જોઈ બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા, દરેક લોકો બોલી પડ્યા હતા કે પતિ હોય તો આવો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!