ધન્ય છે આ બહેનને, કોવીડ સેન્ટરમાં સ્ટાફની જરૂર હોવાથી જેઓ તેમના પોતાના લગ્ન થયાના ૪ દિવસમાં જ ફરજ પર પાછા ફર્યા…
હાલમાં કોરોનાએ મોટું માથું ઊંચક્યું છે, અને આવી પરિસ્થિતિમાં કેટલાય લોકોના મોત પણ થયા છે. રાજ્ય સહીત દેશની તમામ હોસ્પિટલો પણ ભરાઈ ગઈ છે, લોકો તડપી રહ્યા છે. આવી જ પરિસ્થિતિમાં કેટલીક સામાજિક સંસ્થાઓ અને લોકો કોરોનાગ્રસ્તોની મદદે આવી પહોંચ્હ્વા છે, કેટલાક ગામોમાં પણ કોવીડ કેર સેન્ટરો ચાલુ કરવામાં આવ્યા છે.
તેવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા આ બહેન જેમણનું નામ આરતીબેન ગજ્જર છે. તેઓના લગ્ન હજુ ગત ૨૫ મી એપ્રિલના રોજ ખંભાતમાં થયા હતા. તેઓએ હજુ સુધી તેમના દામ્પત્યજીવનની શરૂઆત થઇ હતી,
સ્વાભાવિક છે કે લગ્ન થયા પછી સાસરે રહીને ત્યાંની બધી જવાબદારીઓને સમજવાની હોય છે. તેઓ અમદાવાદની કોવીડ હોસ્પિટલમાં ડાયટ વિભાગમાં કામ કરે છે તેમના લગ્ન થયાના પછી જ તેઓને એવી જાણ કરવામાં આવી હતી કે, તેમના મિત્રો અને સ્ટાફમાં લોકો સંક્રમિત થયા છે.
આરતીબેને પરિસ્થિતિને પારખીને તેમની કર્તવ્યને પ્રાધાન્ય આપવાનું પસંદ કર્યું હતું. તેમના તમામ સપનાઓને બાજુમાં મૂકીને આરતીબેને લગ્ન થયાના ચોથા જ દિવસે જ ફરજ પર હાજર થઇ ગયા હતા.
આ બહેન છેલ્લા એક વર્ષથી કોરોનામાં ફરજ બજાવી રહ્યા છે, તેઓ અત્યારે કોરોના વોર્ડમાં દાખલ દર્દીને સમયસર ભોજન મળી રહે તેની માટે કામગીરીની ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.