દુલ્હનની મહેંદીનો રંગ પણ ઉતર્યો નહતો, લગ્નના ૧૨ જ દિવસમાં કોરોના ભરખી ગયો..
હાલમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે, આ કોરોનાએ ઘણા લોકોના ઘર બરબાદ કરી લીધા છે. તેવો જ એક મામલો ઉત્તરપ્રેદેશના લખીમપુરી થી અહીંયા એક નવવિવાહિત નવદંપતીમાં જેઓની હમણાં જ દામ્પત્યજીવનની શરૂઆત થઇ હતી. તેવામાં કોરોના કાળ બનીને આ નવદંપતીનો ઘર સંસાર ભાગવા માટે આવી ગઈ હતી.
જ્યાં આ લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી ત્યાં હાલમાં શોકની લાગણી આવી ગઈ છે. આ જોડાને લગ્ન થયા હતા અને તેના બીજા જ દિવસે આ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પત્નીની તબિયત વધુ ખરાબ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં આ કન્યા સારવાર લઇ રહી હતી તેવામાં ૧૨ માં જ દિવસે આ કન્યાનું મૃત્યુ થયું હતું.
આ વર કન્યા જયારે પરણીને ઘરે આવ્યા ત્યારે કન્યાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તાવ પણ આવ્યો હતો. જેથી તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી ત્યાં તેને ૧૦ દિવસ સુધી સારવાર લીધી
પણ તેના સ્વાસ્થ્યમાં સુધારો ના આવ્યો. તબિયત વધુ બગડતી હતી. સારવાર દરમિયાન આ કન્યાને યોગ્ય માત્રામાં ઓક્સિજન અને દવા યોગ્ય માત્રામાં નહતા મળ્યા. જેથી આ નવી નવેલી દુલ્હન તેની જિંદગી ચાલુ કરતા પહેલા જ મોતને ભેટી ગઈ હતી. આ કાળમુખિયો કોરોના પત્નીને તો લઇ ગયો અને તેની સાથે સાથે તેના પતિને પણ તેના સકન્જામાં ફસાવી લીધો છે.