વડોદરાના આ યુવાને પોતાના લગ્નમાં કર્યું કઈ એવું ખાસ કામ. કે જો ગુજરાતના 10 ટકા યુવાનો પણ આવું કરે તો કોરોના જેવી હજારો બીમારીઓથી જીતી જઈશું.

સમગ્ર દેશમાં કોરોના મહામારીન કારણે લગ્નની ધામધૂમથી ઉજવણી કરવાના તમામ આયોજનો રદ્દ થયા છે અને જે લગ્ન થાય છે તે 50 લોકોની હાજરીમાં કરવામાં આવી રહ્યા છે.

વડોદરાના જયેશ ભાઈના લગ્ન પણ ધૂમધામથી થવાના હતા પણ કોરોના મહામારીના કારણે તેમને સાદાઈથી લગ્ન કરવાના નક્કી કર્યા હતા. જયેશ ભાઈ અને તેમની પત્ની કરીનાએ કોર્ટ મેરેજ રહ્યા હતા.

તેમને પોતાના લગ્નમાં મહેમાનો પણ બોલાવ્યા હતા અને તેમના લગ્નમાં તેમને રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું આ રક્તદાન શિબિરમાં કુલ 50 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. 1 મેં થી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન મળવાની છે અને વેક્સીન લીધા પછી આ યુવાનો રક્તદાન નહિ કરી શકે તે હેતુ થી રક્તશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્ત શિબિરમાં યુવાનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જયેશ ભાઈ પોતે પણ એક NGO ચલાવે છે અને તેમના ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય તે આવા ભલાઈના કામ કરે જ છે.

તેથી તેમને નક્કી કર્યું હતું કે હું કોર્ટ મેરેજ કરીશ અને મારા લગ્નમાં 50 બ્લડ ડોનરોને બોલાવીશ તેથી એક ભલાઈનું કામ પણ થઇ શકે. જો ગુજરાતના દરેક યુવાન આવા સંવેદન શીલ બની જાય તો આપણે કોરોના જેવી હજારો પરિસ્થિતિઓ પર વિજય મેળવી શકીશું.

error: Content is protected !!