આ દીકરીને કન્યાદાનમાં મળેલા ૭૫ લાખ રૂપિયા તેના સમાજની દીકરીઓના ભણતર માટે દાનમાં આપી દીધા અને સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો.

દરેક લોકો એવા શાહી લગ્નમાં તો ગયા જ હશો, જે લગ્નને જોઈને તમને નવાઈ લગતી હશે કેમ કે ત્યાં જોરદાર ખર્ચો કરેલો હોય છે. આજે આપણે એક એવા જ લગ્ન વિષે જાણીએ જ્યાં કન્યાએ તેને લગ્નમાં મળતા ભેટના પૈસા તેમના સમાજના છાત્રાલયને આપી દીધા હતા. આ કિસ્સો રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે અને અહીંયા આ દાખલો જોવા મળ્યો છે.

બાડમેર શહેરમાં કિશોર સિંહ કાનોડની પુત્રી અંજલિ કંવરના લગ્ન યોજાયા હતા અને એ વખતે લગ્નમાં અંજલિને તેમના પિતાએ આપેલી ભેટની બધી જ રકમ તેમના સમાજની કન્યાઓને આપી હતી અને તેમના પિતા, વરરાજાએ પણ તેમને આ કરવા માટે કહ્યું હતું અને તરત જ આ મજૂરી લઈને બીજી દીકરીઓને કામ આવે તેની માટે આ કામ કર્યું હતું.

આ દીકરીએ આ રકમ આપ્યા પહેલા પણ કિશોરસિંહ કાનોડએ હોસ્ટેલ માટે એક કરોડથી પણ વધારે રકમ આપી દીધી હતી. આ દીકરીને કન્યાદાનમાં આપેલી રકમ ૭૫ લાખ રૂપિયા આપીને સમાજમાં મોટું ઉદાહરણ બેસાડ્યું છે,

આ પૈસાનો ઉપયોગ હોસ્ટેલ બનાવવા માટે કરવામાં આવ્યો છે. કિશોર સિંહે એવું જણાવ્યું હતું કે તેમની દીકરીની પહેલાથી જ એવી ઈચ્છા હતી કે આ રકમ છોકરીઓની માટે હોસ્ટેલ બનાવવા માટે થાય.

તેઓએ એવું વિચાર્યું હતું કે દીકરીઓ ભણી શકે અને તે આગળ પણ વધી શકે તેની માટે આ હિતનું કામ કર્યું હતું. આ દીકરીએ તેના સમાજના લોકો માટે આ સેવાનું કામ કરીને બીજા લોકો પણ આજે પ્રેરણા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!