આ મહિલાને લગ્નના ૧૨ વર્ષ પછી પોતાનું બાળપણનું સપનું યાદ આવ્યું તો લગ્નના ૧૨ વર્ષ પછી સરકારી અધિકારી બનીને બધા લોકોને વિચારતા કરી દીધા.

મિત્રો તમે એ કહેવત તો સાંભરી હશે કે જે લોકો કોઈ વસ્તુને પામવા માટે સતત પ્રયાસ કરે છે. તેમની કયારેય હાર નથી થતી. આજે અમે તમને એક એવી જ મહિલા વિષે જણાવીશું કે તેમની કહાની આ કહેવતને સાચી સિદ્ધ કરે છે. આ મહિલાનું નામ પ્રીતિ છે. પ્રીતિએ પોતાના લગ્નના ૧૨ વર્ષ પછી નક્કી કર્યું કે મારે હવે સરકારી અધિકારી બનવું છે.

પ્રીતિ માટે આ રસ્તો સરળ નહતો, પણ તેમની માટે આ રસ્તો ખુબજ કઠિન હતો. પ્રીતિનું બાળપણથી જ સપનું હતું કે તે એક સરકારી અધિકારી બને પણ સરકારી અધિકારી બનવાનું સપનું પૂરું થાય એની પહેલા જ પ્રીતિના લગ્ન થઇ ગયા અને પછી તેમના બાળકો થયા અને પરિવારની જવાબદારીઓ નીભવતા નિભાવતા પ્રીતિ પોતાનું અધિકારી બનવાનું સપનું ભૂલી જ ગયા હતા.

અચાનક તેમને લગ્નના ૧૨ વર્ષ પછી થયું કે મારે સરકારી અધિકારી બનવું છે. તેમના પતિએ તો તેમને આ નિર્ણયમાં સાથ આપ્યો. પણ આજુ બાજુના લોકો કહેવા લાગ્યા કે હવે બધું સેટ છે ને તારે કેમ અધીકારી બનવું છે. હવે ઉંમર જતી રહી તું અધિકારી નહિ બની શકે. પણ પ્રીતિએ પોતાની હિંમત નહિ હારી.

કારણ કે લોકો એનો જ વિરોધ કરે કે જેનામાં કઈ કરવાની ધગશ હોય. પ્રીતિએ લોકોની ચિંતા કર્યા વગર પોતાની તૈયારી ચાલુ રાખી અને તેમને બિહારની સિવિલ સેવા પાસ કરી દીધી. જયારે તેમના આજુ બાજુના લોકોને ખબર પડી કે પ્રીતિએ પરીક્ષા પાસ કરી લીધી છે તો તેમને ખુબજ આશ્ચર્ય થયું.

error: Content is protected !!