દુલ્હન અને તેનો પરિવાર જાનની રાહ જોઈને બેઠો હતો, લગ્નનું મુહૂર્ત પતિ ગયું પણ જાન ન આવી તો દુલ્હનને જે કરવું પડ્યું એ ખુબજ હેરાન કરે એવું હતું.

મિત્રો લગ્નનો દિવસ દરેક દંપતી માટે ખુબજ યાદગાર હોય છે. પણ આજે અમે તમને ઓડિસાથી સામે આવેલા કિસ્સા વિષે જણાવીશું કે જેમાં એક દુલ્હનને પોતાના લગ્નના દિવસે જ જે કરવું પડ્યું એ ખુબજ હેરાન કરે તેવું હતું. આ ઘટના ઓડિસાના બહરમપૂરની છે. જ્યાં એક દુલ્હનને પોતાના લગ્નના દિવસે વરરાજાના ઘરના દરવાજા આગળ બેસવું પડ્યું હતું.

ઘટનામાં થયું એવું કે જે દિવસે લગ્ન હતા એ દિવસે વરરાજા દુલ્હન બનીને બેસેલી પોતાની પ્રેમિકાના ઘરે જાન લઈને નહતો પહોંચ્યો. એટલા માટે દુલ્હનને સીધું જ વરરાજાના ઘરે જવું પડ્યું હતું. બન્યું એવું હતું કે યુવક અને યુવતી ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા માટે તેમને એકબીજા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા.

બંનેના કોર્ટ મેરેજ કર્યા પછી યુવક અને યુવતીના પરિવારે બંનેના પરિવારના સદસ્યોની વચ્ચે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જ્યાં યુવતીના ઘરે લગ્નની બધી તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી. લગ્નના દિવસે દુલ્હનનો પરિવાર જાનની રાહ જોઈને બેઠો હતો. લગ્નનું મુરત પતિ ગયું તો પણ જાન ન આવતા દુલ્હનનું દિલ તૂટી ગયું હતું.

એના પછી દુલ્હન અને તેની માતા વાતની સચ્ચાઈ જાણવા માટે વરરાજાના ઘરે ગયા હતા પણ ત્યાં તો ઘરને તાળું મારેલું હતું. તો માતા દીકરી પોતાના ન્યાય માટે વરરાજાના દરવાજા આગળ બેસી ગયા હતા

અને કહેવા લાગ્યા હતા કે હવે તો તે ત્યારે જ અહીંથી ઉઠશે જયારે તેનો મંગેત અને તેનો પરીવાર અહીં આવશે. આખરે પોલીસે માં દીકરીને સમજાવીને ઘરે મોકલ્યા હતા અને વરરાજાના પરિવાર પર કાર્યવાહી કરવાનું કયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!